ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 712 નવા કેસ, અમદાવાદ કરતા આજે સુરત ઘણા વધુ કેસ

PC: khabarchhe.com

ગુજરાતમાં આજે 712 નવા કેસો સામે આવ્યા છે અને 21 લોકોના મરણ થયા છે, જ્યારે 473 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા કેસોની સંખ્યાના સમાવેશ સાથે ગુજરાતમાં 35398 કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા થઇ ગઇ છે. જેમાં 68 લોકો વેન્ટીલેટર પર છે, જ્યારે 7989 સ્ટેબલ છે. 25414 દર્દીઓને અત્યારસુધીમાં ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 1927 લોકોના મોત થયા છે.

આજે 21 લોકોના મોત થયા છે, જેમાંથી 9 લોકો અમદાવાદના છે, જ્યારે સુરત અને રાજકોટમાં 4-4 લોકોના નિધન થયા છે.  મહેસાણા, અરવલ્લી, કચ્છ અને વલસાડમાં 1-1 લોકોના નિધન થયા છે. ગુજરાત સરકારે અત્યારસુધીમાં 404354 ટેસ્ટ કર્યા છે. હાલમાં ગુજરાતમાં કુલ 260614 લોકો ક્વોરેન્ટાઇન હેઠળ છે, જેમાંથી 257522 લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે, 3092 સરકારી ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન હેઠળ છે.

આજની નવા કેસોની જિલ્લાવાઇઝ વિગત...

સુરત 253 કેસ

અમદાવાદ 172 કેસ

વડોદરા 61 કેસ

રાજકોટ 47 કેસ

ભાવનગર 20 કેસ

જૂનાગઢ 10 કેસ

ગાંધીનગર 15 કેસ

જામનગર 8 કેસ

વલસાડ 19 કેસ

ભરૂચ 15 કેસ

ગાંધીનગર 11 કેસ

નવસારી 11 કેસ

બનાસકાંઠા 10 કેસ

ખેડા 10 કેસ

મહેસાણા 8 કેસ

અરવલ્લી 7 કેસ

કચ્છ 7 કેસ

પાટણ 6 કેસ

સાબરકાંઠા 6 કેસ

સુરેન્દ્રનગર 6 કેસ

આણંદ 4 કેસ

ગીર સોમનાથ 4 કેસ

મોરબી 3 કેસ

પંચમહાલ 2 કેસ

મહીસાગર 2 કેસ

બોટાદ 2 કેસ

અમરેલી 2 કેસ

દાહોદ 1 કેસ

દેવભૂમિ દ્વારકા 1 કેસ

(ગુજરાત સરકારે જાહેર કરેલા આંકડા)

દેશની વાત કરીએ તો 4 જુલાઈ સવારે 8 કલાક સુધીના રિપોર્ટ મુજબ દેશમાં નવા 22771 કેસ સામે આવ્યા છે, જેની સાથે કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 648315 પર પહોંચી ગઈ છે અને અત્યારસુધીમાં દેશમાં 18655 લોકોના મોત થયા છે. જ્યારે 235433 એક્ટિવ કેસ છે અને 394227 સાજા થયા છે. આજે 14335 લોકો સાજા થયા છે. આજે 442 લોકોના મોત થયા છે. કુલ ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 242383 ટેસ્ટ થયા છે અને અત્યારસુધીમાં કુલ 9540132 ટેસ્ટ થયા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 192990 કન્ફર્મ કેસ છે, જ્યારે ત્યારબાદ તામિલનાડુમાં 102721 કેસ છે. દિલ્હીમાં પણ 94695 કેસ છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 8376 મોત થયા છે, જ્યારે તામિલનાડુમાં 1385 અને દિલ્હીમાં 2923 મોત થયા છે. મહારાષ્ટ્રમાં આજે 6364 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે તામિલનાડુમાં 4329 અને દિલ્હીમાં 2520 કેસ નવા સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 104687 લોકો રિકવર થઇ ગયા છે, જ્યારે તામિલનાડુમાં 58378 અને દિલ્હીમાં 65624 લોકો રિકવર થઇ ગયા છે. એક્ટિવ કેસોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 79927 એક્ટિવ કેસ છે, જ્યારે તામિલનાડુમાં 42958 અને દિલ્હીમાં 26148 એક્ટિવ કેસ છે.

જ્યારે વિશ્વની વાત કરીએ તો કુલ 10,902,637 પોઝિટિવ કેસો દુનિયામાં આવી ગયા છે અને 522,446 લોકોના મોત થયા છે. આજે દુનિયાભરમાં 192,632 નવા કેસ સામે આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp