AMCએ રાત્રે 2 વાગ્યે ભગવાન શંકરનું 100 વર્ષ જૂનું મંદિર તોડી પાડ્યું

PC: youtubecom

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 100 વર્ષ જૂના મંદિરને કોઈ પણ પ્રકારની નોટીસ આપ્યા વગર રાત્રીના બે વાગ્યે તોડી પાડવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. જે મંદિર AMC દ્વારા તોડવામાં આવ્યું છે, તેનું નામ રામેશ્વર મહાદેવ છે. આ મંદિરમાં ભગવાન મહાદેવની, ખોડિયાર માતાજીની અને અંબા માતાની 5 ફૂટની મૂર્તિ હતી. આ ઉપરાંત રામદેવપીરની મૂર્તિ અને કાળ ભૈરવનું મંદિર હતું. મહાનગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, આ મંદિર રિવરફ્રન્ટના રસ્તામાં આવતું હોવાથી તેનું ડીમોલીશન કરવામાં આવ્યું છે.

એક રિપોર્ટ અનુસાર અમદાવાદમાં આવેલા રીવરફ્રન્ટના મેટ્રોપોલ હોટેલ તરફના છેડાના વિકાસ માટે રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા એક નવો રસ્તો કાઢવાનો વિચાર કરવામાં આવ્યો હતો. આ નવા રસ્તામાં 100 વર્ષ જૂનું રામેશ્વર મહાદેવ અડચણ રૂપ હતું, તેથી આ મંદિરનું ડીમોલીશન કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો. મંદિરના ડીમોલીશન દરમિયાન લોકોના વિરોધનો સામનો ન કરવો પડે તે માટે રાત્રીના બે સમયે આ મંદિર તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર વાતની જાણ સ્થાનિક લોકોને થતા લોકોના ટોળા મંદિર પર ઉમટી પડ્યા હતા પરંતુ પોલીસ દ્વારા કાર્યવાહી કરીને લોકોને મંદિરથી દૂર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે મંદિરમાં રહેતા પુજારીએ તંત્ર પર આક્ષેપ કર્યો હતો કે, મંદિરના ડીમોલીશન કરવા માટે તેમને કોઈ પણ પ્રકારની નોટીસ આપવામાં આવી નથી અને નોટીસ આપ્યા વગર મંદિરને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મંદિરના ડીમોલીશન સમયે મંદિરમાંથી ભગવાનની પ્રતિમાઓને દૂર નહીં કરવામાં આવતા પ્રતિમાઓ પણ ખંડિત થઇ હતી. જેથી લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp