અમદાવાદ પોલીસને નીરવ રાયચુરાના ઘરમાં અદ્યતન દારૂનો બાર મળ્યો, નીરવની પત્ની ફરાર

PC: dainikbhaskar.com

અમદાવાદના ઝોન 7ના DCP પ્રેમસુખ ડેલુંએ અમદાવાદ શહેરના એક સમયના બોગસ કોલ સેન્ટરના બેતાજ બાદશાહ ગણાતો એવો નીરવ રાયચુરાની અમદાવાદના આનંદ નગર રોડ પરથી એક ઓફિસમાં દારૂની મહેફિલ માણતા ધરપકડ કરી હતી. ધરપકડ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, નીરવ રાયચુરાનું ચાંગોદરમાં આવેલા રિવેરા ગ્રીન બંગ્લોઝમાં એક મકાન છે. તેથી સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસ દ્વારા નીરવના આ ઘરે દરોડો કરવામાં આવ્યો હતો પરંતુ જ્યારે પોલીસે મકાન પર દરોડો કર્યો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે, ઘરમાં એક વૈભવી બાર તૈયાર કરવામાં આવ્યુ હતું અને તેમાં અલગ-અલગ બ્રાન્ડની 5 દારૂની બોટલો મળી આવી હતી અને 10 બોટલો ખાલી મળી આવી હતી.

મહત્ત્વની વાત છે કે, પોલીસ નીરવના ઘરે પહોંચી તે પહેલા નીરવની પત્ની ઘરેથી ફરાર થઈ ગઈ હતી. નિરવની પત્ની પોલીસ ઘરે પહોંચે તે પહેલા ફરાર થઈ જતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. તો બીજી તરફ પોલીસને નીરવના ઘરના કમ્પાઉન્ડમાં રેન્જ રોવર કાર મળી આવી હતી. આ રેન્જ રોવર કારમાંથી પણ બ્રાન્ડેડ દારૂની બોટલ મળી હતી અને સાથે ઘરમાંથી હથિયાર પણ મળ્યુ હતું પરંતુ પોલીસને હથિયારનું લાયસન્સ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.

આ મામલે DCP પ્રેમસુખ ડેલુંએ સમગ્ર મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે, નીરવ રાયચુરાનું ઘર ચાંગોદરમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં છે. આ પ્રકારની સુચના અમેં પોલીસને આપતા ગ્રામ્ય પોલીસે તેના ઘરે દરોડો પાડયો હતો. પણ જ્યારે પોલીસ પહોંચી ત્યારે નીરવની પત્ની ફરાર થઈ ગઈ હતી પરંતુ પોલીસે ઘરમાં પ્રવેશ કરીને એક રૂમની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે, રૂમમાંથી અધ્યતન દારૂ સાથેનો એક બાર મળી આવ્યો હતો. રૂમમાં મોટા-મોટા સોફા AC અને થ્રીયેટર સાથેની સુવિધાઓ પણ જોવા મળી હતી.

બીજી તરફ અમદાવાદ ગ્રામ્યના SP વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે, ચાંગોદરમાં નીરવના ઘરે પોલીસે દરોડો પાડયો હતો. જે ઘરમાંથી મોંઘી દારૂની બોટલો મળી હતી. આ બાબતે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. દારૂની બોટલો વિદેશથી ઈમ્પોર્ટ કરાવવી અને ઘરમાં બાર રાખવો એ ગુનો છે. જેના કારણે આ સંબંધિત કલમો લગાડવામાં આવી છે. આ મામલે ચાંગોદર પોલીસે ફરિયાદમાં નીરવ રાયચુરા અને તેની પત્ની ક્રિષ્નાને આરોપી દર્શાવ્યા છે. પોલીસે નીરવ રાયપુરાની પત્ની ક્રિષ્નાને પકડવા અલગ-અલગ ટીમો પણ બનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp