અમદાવાદમાં ટ્રમ્પના કાર્યક્રમમાંથી ફ્રી થયેલી ટ્રાફિક પોલીસ 5 દિવસ બચીને રહેજો

PC: patrika.com

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના ઉત્સાહ પછી હવે ફરીથી અમદાવાદીઓને ટ્રાફિકના નિયમો પર ધ્યાન રાખવું પડશે. અમદાવાદ પોલીસ થોડા દિવસથી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તૈયારીઓમાં હોવાથી ટ્રાફિકના નિયમોના પાલનને લઈને વધારે ધ્યાન આપી શકતી નહોતી પરંતુ હવે કાર્યક્રમ પૂર્ણ થયાના બે દિવસ થઇ ગયા છે ત્યારે એક દિવસનો આરામ કરીને ફરીથી પોલીસ ટ્રાફિક નિયમ ભંગ કરતા વાહનચાલકો પર લાલ આંખ કરવા માટે તૈયાર છે.

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પૂર્ણ થઇ ગયા પછી અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલમેટ અને સીટબેલ્ટ વગર વાહન ચલાવતા લોકો પર તવાઈ બોલાવવાનો પ્લાન બનાવ્યો છે. અમદાવાદના ટ્રાફિક DCP અજીત રાયજણે પાંચ દિવસની ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઈવના પહેલા દિવસે એટલે કે, 25 ફેબ્રુઆરી મંગળવારના રોજ હેલમેટ અને સીટબેલ્ટ વગરના 200 કરતા વધુ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે, મંગળવારના રોજ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ટ્રાફિક DCP અજીત રાયજણને આણંદના SP તરીકેનો ચાર્જ સોંપતા અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવ ચાલુ રાખવી કે, નહીં તેની મુંજવણમાં પોલીસ મુકાઈ હતી પરંતુ આ બાબતે ટ્રાફિક વિભાગના JCPએ જણાવ્યું હતું કે, પાંચ દિવસની ટ્રાફિક ડ્રાઈવ યથાવત રહેશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના લોકોમાં ટ્રાફિકના નિયમોને લઇને જાગૃતતા લાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા અવાર-નવાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે અને આ ડ્રાઈવ દરમિયાન વાહન ચાલકોને નિયમ ભંગ બદલ દંડ કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસની આ કડક કામગીરીના કારણે અમદવાદમાં મોટા ભાગના લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp