ઔદ્યોગિક ઉત્પાદનમાં સતત ત્રીજા મહિને ઘટાડો, ત્રણ વર્ષમાં સૌથી વધુ મોંઘવારી

PC: dailymail.co.uk

અર્થતંત્રમાં સુસ્તી ચાલી રહી છે. એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તો બીજી તરફ ઉદ્યોગોની ગતિમાં બ્રેક લાગી છે. ગત ઓક્ટોબર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન 3.8 ટકા સુધી નીચું રહ્યું હતું. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં સતત ત્રીજા મહિનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ પહેલા ઓગસ્ટ 1.4 ટકા અને સપ્ટેમ્બરમાં 4.3 ટકા ઘટાડો નોંધાયો હતો. ઉત્પાદન, વીજળી અને ખનન ક્ષેત્રે દેશનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. જેના કારણે આ ટકાવારી જોવા મળી છે. ઓક્ટબર 2018માં IIPમાં 8.4 ટકા રેટ રહ્યો હતો. બીજી તરફ મોંઘવારીનો આંક વધી રહ્યો છે. નવેમ્બરમાં 5.54 ટકા આ દર રહ્યો હતો. જે ત્રણ વર્ષમાં સૌથી વધારે છે.

જેથી જૂલાઈ મહિનામાં 2016માં મોંઘવારી 6.07 ટકા સુધી રેટ પહોંચ્યો હતો. ગુરુવારે જાહેર થયેલા આંકડા અનુસાર ઉત્પાદન સેક્ટરમાં 2.1 ટકાનો દર નોંધાયો હતો. ઓક્ટોબર 2018માં તેમાં 8.2 ટકાથી વધારો થયો હતો. આ વખતે વીજ ઉત્પાદનમાં પણ નોંધાપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ વખતેના વીજ ઉત્પાદનમાં 12.2 ટકાથી ઘટાડો નોંધાયો છે. એક વર્ષ પહેલા આ દર 10.8થી વધ્યો હતો. ઉદ્યોગમાં વીજની માંગ ન થવાને કારણે ખનનની માંગ પણ ઘટી રહી છે. જ્યાં ઉત્પાદન આઠ ટકાથી ઘટી ગયું હતું. ઓક્ટોબર 2018માં આ ઉત્પાદન 7.3 ટકાથી વધ્યું હતું. ખાવા-પીવાની ચીજ વસ્તુઓના ભાવ વધવાને કારણે નવેમ્બરમાં મોંધવારીનો દર ત્રણ વર્ષમાં સૌથી વધુ રહ્યો હતો.

છેલ્લા ત્રણ મહિનામાં મોંઘવારી નોંધપાત્ર રીતે વધી છે. ઓક્ટોબરમાં 4.62 ટકા દર રહ્યો હતો. જ્યારે નવેમ્બર 2018માં 2.33 ટકા દર રહ્યો હતો. રાષ્ટ્રીય સાંખ્યિક કાર્યાલય તરફથી જાહેર થયેલા આંકડા અનુસાર ગત મહિને ખાણી પીણીની વસ્તુઓમાં મોંધવારી દર 10.01 ટકા રહ્યો હતો. ઓક્ટોબરમાં પણ 7.89 ટકા વધારો નોંધાયો હતો. જ્યારે નવેમ્બર 2018માં દર 2.61 ટકા રહેવા પામ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp