ભારત-અમેરિકા વચ્ચે 3 અબજ ડૉલરની ડિફેન્સ ડીલ પર થયા હસ્તાક્ષર

PC: specialcoveragenews.in

ભારત અને અમેરિકા વચ્ચે 3 અબજ ડૉલરની ડિફેન્સ ડીલ પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. આ કરારમાં અમેરિકા પાસેથી 24 MH60 રોમિયો હેલિકોપ્ટરની 2.6 અબજ ડૉલરની ખરીદી સામે છે. વધુ એક કરાર 6 AH 64E અપાચે હેલિકોપ્ટરને લઈને છે. જેની કિંમત 80 કરોડ ડૉલર રહેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદીની સાથે બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં થયેલી વાતચીતમાં આ કરાર થયો છે.

સોમવારે જ કરી હતી જાહેરાતઃ

ટ્રમ્પે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આયોજિત ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં આ ડીલને લઈને જાહેરાત કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે 3 અબજ ડૉલરની કિંમતના આધુનિક સૈન્ય હેલિકોપ્ટર અને અન્ય ઉપકરણો માટે મંગળવારે કરાર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, અમે અત્યાર સુધીના શ્રેષ્ઠ ઉપકરણો બનાવીએ છે. વિમાન, મિસાઈલો, રોકેટ, પોત. અમે હવે ભારત સાથે કરાર કરી રહ્યા છે. જેમાં ઉન્નત વાયુરક્ષા પ્રણાલી અને સશસ્ત્ર તથા વિના શસ્ત્રવાળા એરિયલ વ્હીકલ સામેલ છે.

ભારતમાં ટ્રમ્પનો બીજો દિવસઃ

ટ્રમ્પની સાથે તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ, દીકરી ઈવાન્કા અને જમાઈ જેરેડ કુશનર ભારતની મુલાકાત પર છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ બંને દેશોની વચ્ચે ડિફેન્સ અને રણનીતિક સંબંધો વિશે કહ્યું હતું કે, અમેરિકા ભારતને દુનિયાના અમુક શ્રેષ્ઠ અને અમુક જોરદાર સૈન્ય ઉપકરણ ઉપલબ્ધ કરાવવાને લઈને ઉત્સુક છે.

રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગતઃ

ટ્રમ્પ અને તેમની પત્નીનું રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય પારંપરિક સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ તરીકે ભારતની પહેલી યાત્રા પર આવેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યાર બાદ ટ્રમ્પ અને તેમની પત્નીએ સાથે મળીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ સ્થળ રાજઘાટ પર જઈને પુષ્પાંજલિ અર્પિત કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp