સસ્તો ચાઈનીઝ માલ હવે બની જશે સપનું, સરકાર બજેટમાં ઉઠાવવા જઈ રહી છે આ પગલું

PC: thomasnet.com

સસ્તો ચીની સામાન ખરીદવો હવે સપનું બનીને રહી જશે. આવનારા નાણાકીય બજેટ 2020માં કેન્દ્ર સરકાર સસ્તા ચીની સામાન પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી શકે છે. કેન્દ્ર સરકારે આ માટે લગભગ 300 વસ્તુઓની પસંદગી કરી છે, જે ચીનમાંથી ભારત આવી રહી છે. જેને કારણે ઘરેલૂ ઉદ્યોગોએ ભારે નુકસાની સહન કરવી પડી રહી છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમન 1 ફેબ્રુઆરીએ ડ્યૂટી વધારવાની જાહેરાત કરી શકે છે.

બજેટ સાથે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર, ચીનમાંથી આયાત કરાતા સસ્તા રમકડાં અને જૂતા સરકારના નિશાના પર છે. સસ્તા ચીની માલને કારણે ઘરેલૂ કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે નાણા મંત્રાલયને ભલામણ કરી છે કે, વિદેશમાંથી આયાત થયા તમામ પ્રકારના રમકડાં પર 100 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવામાં આવે. હાલ આ રમકડાં પર સરકાર માત્ર 20 ટકા જ ઈમ્પોર્ટ ડ્યૂટી વસૂલે છે. આ ઉપરાંત, જૂતા પર ઈમ્પોર્ટ ડ્યૂટી 40 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે. હાલ, આ ઉત્પાદનો પર 10-15 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય નાણા મંત્રાલય ફર્નીચર, કોટેડ પેપર અને રબરના ઉત્પાદનો પર પણ ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવા માટે તૈયાર છે. આગામી બજેટમાં આ તમામ ઉત્પાદનોમાં 10-15 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. ઘરેલૂ બજારમાં આ ઉત્પાદનો મોંઘા છે, જેને કારણે મોટાભાગના ખરીદદારો સસ્તા સામાનને વિદેશમાંથી આયાત કરાવે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતન બજારોમાં કબ્જો કરવા માટે ચીનની કંપનીઓ તમામ ટ્રીક અજમાવી રહી છે. એટલે કે, મોટાભાગના ઉત્પાદનો કે જે ચીનથી સીધા ઈમ્પોર્ટ કરવામાં આવે છે, તેના પર ભારત સરકાર નજર રાખી રહી છે. આથી હવે ચીન પોતાનો સામાન વિયેતનામ, ઈન્ડોનેશિયા અથવા કંબોડિયા જેવા દેશોના માધ્યમથી મોકલી રહ્યું છે. જોકે, સરકાર તમામ ઉત્પાદનો પર નજર રાખી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp