મંદીની વાતો વચ્ચે સારા સમાચાર, ભારતની બ્રાન્ડ વેલ્યુ વધી, જોકે, ચાઇના કરતા પાછળ

PC: khabarchhe.com

મંદીની વાતો વચ્ચે આર્થિક દૃષ્ટિએ ભારત માટે સારા સમાચાર આવી રહ્યા છે. દુનિયામાં ભારતની બ્રેન્ડ વેલ્યુ વધી છે જોકે, ચાઇના કરતા હજુ આપણે પાછળ છીએ. 

બ્રેન્ડ ફાયનાન્સ નામની સંસ્થા દુનિયાના દેશોની બ્રાન્ડ વેલ્યુ નક્કી કરીને તેની યાદી જાહેર કરે છે. આ વખતે ભારતની બ્રાન્ડ વેલ્યુમાં 18 ટકાનો વધારો નોંધાયો છે. ભારત અગાઉ 9માં ક્રમે હતું તેનાથી આગળ વધીને હવે 7માં ક્રમે પહોંચી ગયું છે. હાલમાં ભારતની બ્રાન્ડ વેલ્યું 181 લાખ કરોડ રૂપિયાની છે.

બ્રાન્ડ વેલ્યુની ટોપટેન યાદીમાં યુએસએ પહેલા ક્રમે છે. તેની બ્રાન્ડ વેલ્યુ 1970 લાખ કરોડની છે જેમાં 7.1 ટકાનો વધારો નોંધાયો છે. જેને આપણે દુનિયામાં હરીફ તરીકે જોઇએ છે તે ચાઇનાની બ્રાન્ડ વેલ્યુ બીજા ક્રમે છે જેમાં 40 ટકાનો વધારો નોંધાયો છે. તેની વેલ્યુ 1383 લાખ કરોડ છે. આમ ચાઇના કરતા ભારતની બ્રાન્ડ વેલ્યુ દુનિયામાં 1200 લાખ કરોડ ઓછી છે.

આ યાદીમાં ત્રીજો ક્રમ જર્મનીનો છે. જોકે, તેની વેલ્યુ 5.6 ટકા ઘટીને 344 લાખ કરોડ જેટલી થઇ છે. ચોથા ક્રમે જાપાન છે જેમાં 26 ટકાનો વધારો છે અને વેલ્યૂ 321 લાખ કરોડ છે. પાંચમા ક્રમે 2.6 ટકાના વધારા સાથે યુકે છે જેની બ્રાન્ડ વેલ્યુ 273 લાખ કરોડ છે. જ્યારે છઠ્ઠા ક્રમે ફ્રાન્સ છે જેની વેલ્યુ 4 ટકા ઘટીને 213 લાખ કરોડ પર છે. આઠમા ક્રમે કેનાડા , નવમા ક્રમે સાઉથ કોરિયા અને દસમા ક્રમે ઇટાલી છે.

બ્રેન્ડ ફાયનાન્સ દ્વારા આ યાદી આગામી પાંચ વર્ષમાં જે તે દેશની વસ્તુઓ અને સેવાઓના વેચાણના અંદાજ પરથી નક્કી કરાય છે. એટલે એક રીતે આગામી પાંચ વર્ષ ભારત માટે સારા રહેશે, તેવું કહી શકાય. આમ, મંદીની હાલત સુધરવાની શરૂઆત થાય, તેવા સંકેત આનાથી દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp