ખેડૂતોને દિવસે વીજળી આપવા થશે આ કામ, જાણો ગુજરાતના બજેટમાં ખેડૂતોને શું મળ્યું

PC: facebook.com/NitinbhaiPatelbjp

વિધાનસભાના બજેટ સત્રના પહેલા દિવસે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વર્ષ 2020-21નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં વિદ્યાર્થીઓ, શ્રમિકો, યુવાનો અને ખેડૂતો ખૂશ કરવાના સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. આ બજેટમાં સરકાર દ્વારા ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે 13,917 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

બજેટ રજૂ કરતા નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હવે ખેડૂતોની વર્ષો જૂની માંગણી પૂરી કરવા માટે ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવાનો અમે નિર્ધાર કર્યો છે. જેના ભાગ રૂપે નવી દિનકર યોજના હું જાહેર કરું છું.

આ યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષના સમયમાં નવા સબ સ્ટેશનો સ્થાપવા માટે 3,500 કરોડનું આયોજન છે, તે માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ખેડૂતોને એક લાખ વીજ જોડાણો આપવા માટે 1,489 કરોડની અને ખેતીનો ખર્ચ ઘટાડવા માટે રાહદ દરે વીજળી પૂરી પાડવા સબસીડી આપવા માટે 7,385 કરોડ, સૂર્ય ગુજરાત યોજના અંતર્ગત સોલાર રૂફટોપ માટે સબસીડી આપવા માટે 912 કરોડ અને તમામ ગ્રામ પંચાયતના વોટર વર્કસને ફ્રીમાં વીજળી આપવા માટે 765 કરોડ રૂપિયાની સબસીડીની જોગવાઈ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત 18,500 ગ્રીડ કનેક્ટેડ પંપને સોલારાઈઝ કરવા અને સ્ટેન્ડ અલોન ઓફ ગ્રીન સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ માટે 125 કરોડ અને ઓછી આવક ધરાવતા, તેમજ આદિજાતિ, અનુસુચિતજાતીની પાત્રતા ધરાવતા 46,250 પરિવારોને ઘર વપરાશ માટે વીજ જોડાણ આપવા માટે 25 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આગામી વર્ષમાં 140 નવા સબસ્ટેશન સ્થાપવાના આયોજન માટે 421 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

GRTCOના સબસ્ટેશનની નજીક આવતી સરકારી જમીનમાં ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસિટી કોર્પોરેશન દ્વારા તબક્કાવાર 2,500 મેગાવોટના સૌરક્ષમતાના પી.વી પ્રોજેક્ટની સ્થાપના અંતર્ગત આ વર્ષ 250 મેગાવોટ ઉત્પન કરવા માટે 449 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

જૂના જર્જરિત વાયરોને બદલવા, નડતર રૂપ વીજ માળખાના સ્થળાંતર માટે, લાંબા ખેતીવાડી ફિડરોના વિભાજન માટે, કિસાન હિત ઊર્જા શક્તિ યોજનાના અમલીકરણ અને સીમ શાળાઓમાં થ્રી ફેઝનો વીજ પુરવઠો પૂરો પાડવા માટે 305 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp