લોકડાઉનનામાં એમ્બ્રોઇડરી-યાર્ન બિઝનેસને 1,000 કરોડનો ફટકો, આર્થિક પેકેજની માગ

PC: news18.com

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું. લોકડાઉન દરમિયાન રાજ્યમાં બે મહિના જેટલો સમય મોટા ભાગના ધંધા-ઉદ્યોગ બંધ રહ્યા હતા. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ ઉદ્યોગકારોને પણ મોટી નુકશાની થઇ હતી. અનલોકની પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને નોન કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં આવતા ધંધા ઉદ્યોગોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેવા સમયે હજુ પણ કોરોનાની માઠી અસર ઉદ્યોગો પર જોવા મળી રહી છે. કોરોનાની મહામારીના કારણે રાજ્યના એમ્બ્રોડરી અને યાર્નના બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને કરોડોનો ફટકો પડયો છે. જેના કારણે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ ફરીથી ઉદ્યોગને ધમધમતો કરવા માટે સરકારની પાસેથી રાહત પેકેજની માગણી કરી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદ શહેરમાં હીરાઉદ્યોગ બાદ સૌથી વધારે રોજગારી આપતો ઉદ્યોગ હોય તો તે એમ્બ્રોડરી અને યાર્ન ઉદ્યોગ છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આ ઉદ્યોગ ખૂબ જ વધારે છે અને મોટી સંખ્યામાં લોકો આ ઉદ્યોગમાં કામ કરી રોજગારી મેળવી રહ્યા છે. કોરોનાની મહામારીના કારણે કેન્દ્ર સરકારે આપેલા લોકડાઉનનાના કારણે એમ્બ્રોડરી અને યાર્નનો ઉદ્યોગ પણ બંધ થયા હતા. જેના કારણે આ બિઝનેસને લોકડાઉનના સમયમાં એક હજાર કરોડનું નુકસાન થયું છે. સાથે-સાથે યાર્નના મેન્યુફેક્ચરથી લઈને ડીલર, ડીલરથી લઈને એમ્બ્રોઇડરી ઉદ્યોગ, એમ્બ્રોઇડરી ઉદ્યોગથી લઈને કાપડ માર્કેટની આખી ચેઈન પણ તૂટી ગઈ છે.

આ બાબતે મેન્યુફેક્ચરિંગ ફેકટરીના એક વેપારીએ જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે બિઝનેસની સાથે સંકળાયેલી આખી ચેન તૂટી ગઈ છે. ઘણી જગ્યાઓ પર તો પૈસા પણ બ્લોક થઈ ગયા છે. જેના કારણે કેટલીક કંપનીઓમાં કામ બંધ થઈ ગયું છે, માત્ર અમદાવાદમાં યાર્ન બનાવતી 8થી 10 કંપની છે અને ગુજરાતમાં યાર્ન બનાવતી 100 જેટલી કંપનીઓ છે. લોકડાઉનમાં ત્રણ મહિનાથી વેપારીઓ નવરા બેઠા છે અને હજુ પણ દિવાળી સુધી ધંધાની કોઈ પણ આશા દેખાતી નથી.

વેપારીના જણાવ્યા અનુસાર કામ શરૂ થવાની આશા જાગે તો પણ હાલમાં સૌથી મોટો પડકાર કારીગરો મળવાનો છે. બિઝનેસ સાથે બે લાખ કારીગરો સંકળાયેલા છે. લોકડાઉનના કારણે મોટા ભાગના કારીગરો તેમના વતનમાં ચાલ્યા ગયા છે અને હાલની પરિસ્થિતિમાં મોટા ભાગના કારીગરો પરત આવા માટે તૈયાર નથી.

વેપારીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે વધતા જતા તણાવને વચ્ચે વેપારીઓએ ચીનથી આવતા યાર્નનો બહિષ્કાર કર્યો છે. અંદાજે દર મહિને 300 કરોડ રૂપિયાનું યાર્ન ગુજરાતના આવતું હતું. આ પરિસ્થિતિમાં લોકલ યાર્નનો ભાવ વધવાની ભીતિ છે. જેથી અમે સરકારને અપીલ કરીએ છીએ કે, યાર્નનો ભાવ ન વધે તે પ્રકારે કોઈ વ્યવસ્થા ઉભી કરે.

થ્રેડ એન્ડ જરી એસોસિએશનના સભ્યના જણાવ્યા અનુસાર લોકડાઉનમાં ધંધાને હજાર કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. આ ઉપરાંત લેબર ખર્ચ, લાઈટબીલ, ફેક્ટરીનું ભાડું વેપારીને નડી રહ્યું છે. જેના કારણે થ્રેડ એન્ડ જરી એસોસિએશનના સભ્યોએ સરકારની સાથે મૂલાકાત કરીને ઉદ્યોગને ફરીથી બેઠો કરવા માટે આર્થીક પેકેજની માંગણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp