ગુજરાતીઓ ગાયનું દૂધ વધુ પીવે કે ભેંસનું, શું કહે છે પશુપાલન વિભાગનો અહેવાલ?

PC: pureshmilk.com

2017-18ના વર્ષની ભારત સાથે ગુજરાતની સરખામણી કરવામાં આવે તો ગુજરાતમાં ગાય અને ભેંસ સૌથી વધું દૂધ આપી રહ્યાં છે. 3.61 કરોડ લીટર દૂધ રોજનું પેદા થાય છે. દુધની પ્રાપ્તિ  માથાદીઠ રોજનું 564 ગ્રામ છે જે ભારતમાં 375 ગ્રામ છે.

ગુજરાત 51 ટકા ભેંસનું અને દેશ 40 ટકા ભેંસનું દૂધ પીવે છે.

ગુજરાતમાં બકરી કોઈ પાળતું નથી કૂલ દૂધમાં 2.32 ટકા બકરીનું અને દેશમાં 3.50 ટકા બકરીનું દૂધ પીવે છે.

શુદ્ધ દેશી ગાયનું દૂધ 17 ટકા અને દેશ 10 ટકા દૂધ પીવે છે. આમ ગુજરાતમાં દેશી ગાયના દૂધ તરફ જઈ રહ્યાં છે. છતાં ક્રોસ બ્રીડ ગાયનું 24 ટકા દૂધ પીવાય છે. 6 ટકા અન્ય ગાયોનું દૂધ પીવે છે. જેમાં તેને દેશી ગાય સાથે જોડી દેવામાં આવે તો બન્ને ગાયોનું દૂધ બરાબર થઈ જાય છે. પણ દેશમાં સંકર ગાયનું 26 ટકા અને દેશી ગાયોનું 20.50 ટકા દૂધ પીવે છે.

દેશમાં કૂલ 17.63 કરોડ ટન દૂધ પેદા થાય છે જેમાં ગુજરાતનો હિસ્સો 1.35 કરોડ ટનનો છે. દૂધ ઉત્પાદનમાં ગુજરાત પાંચમાં નંબર પર છે. દેશી અને સંકર ગાયનું દૂધ હવે સરખા હિસ્સે થઈ ગયું છે. જેમાં સંકર ગાયોનું દૂધ 32.43 લાખ ટન અને દેશી ગાયનું દૂધ 31 લાખ ટન થાય છે. દેશી ગાયના દૂધના ઉત્પાદનમાં ગુજરાત 12માં નંબર પર છે.

સંકર ગાય રોજનું 9.13 કિલો દૂધ આપે છે જ્યારે દેશી ગાય 4.60 કિલો આપે છે. જે ભારતમાં સંકર ગાય 7.61 કિલો અને દેશી ગાય 3.72 કિલો આપે છે.

દેશની કૂલ સંકર ગાય 16.33 કરોડ ગાય છે. જેમાં ગુજરાતની 9.73 લાખ સંકર ગાયો છે. જ્યારે ગુજરાતમાં દેશી ગાયની વસતી 13.55 લાખ ગાય છે. છતાં દૂધ ઓછું આપે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp