કોરોના કાળમાં મુંબઈથી 70 હીરા વેપારી સુરત શિફ્ટ થઇ ગયા

PC: morphogenesis.org

કોરોના કાળમાં મુંબઈથી 70 હીરા વેપારી સુરત શિફ્ટ થઇ ગયા છે. તેઓ હવે અહીંથી જ તેમનો બિઝનેસ કરશે. દિવાળી સુધીમાં 100થી વધારે વેપારીઓનું મુંબઈથી સુરત શિફ્ટ થવાની આશા છે. પાછલા 2 વર્ષોમાં 200થી વધારે ડાયમંડ કંપનીઓ સુરત આવી ગઇ છે. કપરી પરિસ્થિતિઓનો સામનો કરી ઝડપથી વિકાસ તરફ દોડવાની આવડતના કારણે ઉદ્યમીઓ સુરત તરફ આવી રહ્યા છે.

હાલમાં જ્યાં આર્થિક મંદીના કારણે ઘણાં શહેર પરેશાન છે, તો સુરત પોતાના માટે અવસર બનાવી રહ્યું છે. અહીં બની રહેલા હીરા બુર્સના કારણે હીરા ઉદ્યોગ ધીમે ધીમે મુંબઈથી સુરત આવી રહ્યા છે. સાથે જ સુરતમાં હીરા નિકાસની સુવિધા પણ થઇ ગઇ છે. હીરાની નિકાસ હજુ સુધી મુંબઈથી જ થતી હતી. જોકે, હવે સુરતમાં એક્ઝીબિશન અને હરાજીની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. હીરા ઉદ્યોગના કારણે નવી રોજગારી પેદા થશે અને આશા છે કે હીરા કંપનીઓના સ્થળાંતરણથી રિયલ એસ્ટેટ સહિત અન્ય ક્ષેત્રોને પણ તેનો લાભ મળશે.

ભલે દુનિયામાં ઉત્પાદિત 10માંથી 8 હીરા સુરતમાં બનતા, પણ તેની નિકાસનો વેપાર તો મુંબઈથી જ થતો આવ્યો છે. સુરતમાં મોટાભાગની હીરા કંપનીઓને કોર્પોરેટ ઓફિસ મુંબઈમાં સ્થિત છે. જોકે હવે પરિસ્થિતિ બદલાઇ રહી છે. સુરતમાં આધુનિક હીરા બુર્સના નિર્માણથી ઘણી કંપનીઓ હવે મુંબઈથી સુરત વસવા લાગી છે. બુર્સના નિર્માણને પૂરુ થતા હજુ બે વર્ષ લાગશે. 2022 સુધી હીરા ઉદ્યોગના 60થી 80 ટકા મુંબઈથી સુરત સ્થળાંતરિત થવાની આશા છે.

મુંબઈથી સુરત આવનારાની પહેલી પસંદ વરાછા બની શકે

મુંબઈથી આવનારાઓ માટે મિની સૌરાષ્ટ્ર વરાછા પહેલી પસંદ બની શકે છે. હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની સૌથી વધારે વસતી સૌરાષ્ટ્રથી જ છે. માલિકોથી લઇ ઓફિસનાં કર્મચારી, કારીગરો, શિલ્પકાર, હીરા દલાલ મોટાભાગે સૌરાષ્ટ્રના જ છે. બિલ્ડરોએ પહેલાથી જ આકર્ષિત કરવા માટે યોજનાઓ શરૂ કરી દીધી છે.

ઘણાં વેપારીઓ બુર્સ બનાવાની રાહ ટાકીને બેઠા છે

પાછલા બે વર્ષમાં લગભગ 200 ડાયમંડ કંપનીઓ મુંબઈથી સુરત સ્થળાંતરિત થઇ ચૂકી છે. અમુક કંપનીઓ તો રેગ્યુલર વેપાર પણ કરવા લાગી છે. ઘણાં વેપારીઓ હીરા બુર્સના બનવાની રાહ જોઇ રહ્યા છે. હીરા બુર્સ બની ગયા પછી હીરાથી સંબંધિત મોટાભાગના કામ અહીંથી જ થશે.

રિયલ એસ્ટેટ બિઝનેસ વધશે

હીરા ઉદ્યમીઓની માને તો ન માત્ર હીરા કંપનીઓની ઓફિસો બલ્કે મુંબઈના જુદા વિસ્તારોમાં સ્થિત શાખાઓ પણ સુરતમાં સ્થળાંતરિત થવા લાગી છે. થોડા સમયમાં લગભગ 70 હીરા કંપનીઓ સુરતમાં આવી ગઇ છે અને આ સંખ્યા દિવાળી સુધીમાં બેગણી થઇ જશે. જેનાથી નિશ્ચિતપણે સુરત શહેર અને ખાસ કરીને રિયલ એસ્ટેટ ક્ષેત્રને લાભ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp