અયોધ્યા મામલે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે લીધો આ નિર્ણય

PC: standard.com

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ફેર વિચારણાની અરજી દાખલ કરશે. આ નિર્ણય બોર્ડે લીધો છે. જેની જાણકારી તેણે ટ્વિટ કરીને આપી હતી. બોર્ડના સચિવ અને વરિષ્ઠ વકિલ જફરયાબ જિલાનીએ કહ્યું હતું કે, સુન્ની વકફ બોર્ડ ફેર વિચારણાની અરજી દાખલ કરતા બોર્ડ પર કોઈ પ્રકારની વિપરીત અસર નહીં પડે. તમામ મુસ્લિમ સંગઠન ફેર વિચારણાની અરજીને લઈને એકમત ધરાવે છે. સુન્ની વકફ બોર્ડે મંગળવારે ફેર વિચારણાની અરજી કરવાનો નિર્ણય કર્યો છે.

બેઠકમાં બોર્ડના સાતમાંથી છ સભ્યોએ અરજી દાખલ ન કરવા પર સહમત દર્શાવી હતી. પણ એક સભ્ય અબ્દુલ રઝાક ખાન ઈચ્છે છે કે, ફેર વિચારણાની અરજી દાખલ કરવામાં આવે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય જફરયાબ જિલાનીએ કહ્યું હતું કે, સુન્ની વક્ફ બોર્ડે અગાઉ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આવી કોઈ અરજી દાખલ કરવામાં આવી આવે. તેમના કોઈ નિર્ણય પર ટિપ્પણી કરવામાં નહીં આવે. જિલાનીએ કહ્યું હતું કે, મુસ્લિમ સમાજ આજે પણ પર્સનલ લૉ બોર્ડની સાથે છે. જે આ અરજીના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. કોઈ શહેરમાં મુસ્લિમોને એકઠા કરવામાં આવે અને આ અંગે ચર્ચા કરવામા આવે.

 

પરંતુ, કેટલાક મુસ્લિમોના મતને ધ્યાન આપીને આ અરજી માટેનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત અરજી કરવાનો નિર્ણય લેવાયો છે. આ માટેની તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં તેની પ્રક્રિયા કરવામાં આવશે. જોકે, આ પહેલા તમામ સંગઠનોએ સુપ્રીમના નિર્ણયને આવકાર્યો હતો અને સહજતાથી સ્વીકાર્યો પણ હતો. પરંતુ, ફરી અરજી દાખલ કરવાને લઈને આ કેસ સંબંધીત અનેક તર્ક વિતર્કની ચર્ચા થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp