વિશ્વ હિન્દુ પરિષદ 4 લાખ ગામમાં લગાવશે ભગવાન રામની મૂર્તિ

PC: qrius.com

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરનું ભૂમિ પૂજન કાર્યક્રમ પૂરો થયા બાદ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ એક મોટા કાર્યક્રમની જાહેરાત કરી છે. વિશ્વ હિન્દુ પરિષદ 4 લાખ ગામોમાં ભગવાન રામની પ્રતિમા લગાવશે. એક જ મોડલ પર ગામોમાં રામ મંદિર બનાવવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર, VHPએ 4 લાખ ગામ અને 10 કરોડ લોકો સુધી પહોંચવાનું અભિયાન બનાવ્યુ છે. એક તરફ દરેક ઘરમાંથી રામ મંદિર માટે ફંડ એકત્ર કરવામાં આવી રહ્યુ છે. કહેવામાં આવી રહ્યુ છે કે દરેક ગામમાં ધાર્મિક આયોજન કરવામાં આવશે.

એક રિપોર્ટ અનુસાર આ અભિયાનને લઈને VHPની મોટી બેઠક ડિસેમ્બરમાં થશે. VHPની આ બેઠકમાં અભિયાનની મ્હોર લાગી શકે છે. હાલમાં અલગ અલગ ગામ અને શહેરોમાં ભૂમિ પૂજનનો પ્રસાદ વિતરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પહેલા VHPએ એક મોટા કાર્યક્રમની જાહેરાત કરી છે. જો ભૂતકાળની વાત કરીએ તો રામ મંદિરના આંદોલન સાથે દલિતોને જોડવા સંઘ, VHP જેવા સંગઠનો શરૂઆતથી જ લાગ્યા છે. 9 નવેમ્બર 1989ના રોજ જ્યારે રામ મંદિરનો પાયો નંખાઈ રહ્યો હતો ત્યારે, પહેલી ઈંટ માટે દલિત કાર્યકર્તા કામેશ્વર ચોપાલના હાથે મુકાવવામાં આવી હતી. તેના દ્વારા રામ મંદિર આંદોલન પાછળ સંપૂર્ણ હિન્દુ સમાજ ઉભો રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

એ પહેલા લખનૌ પહોંચેલા વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય કાર્યાધ્યક્ષ આલોક કુમારે કહ્યુ હતું કે 492 વર્ષની રાહ જોયા બાદ આ સમય આવ્યો છે. તેની પાછળ લાખો લોકોનું બલિદાન છે. રામ મંદિર સંકલ્પ પૂરો થયા બાદ શું વિશ્વ હિન્દુ પરિષદ (VHP) કાશી અને મથુરા એજન્ડા પર કામ કરશે? એ સવાલ પર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાધ્યક્ષે કહ્યુ હતું કે જ્યાં સુધી રામત્વ નહીં આવે, ત્યા સુધી કાર્ય પૂરૂ નહીં થાય. મથુરા કાશીની વાત અત્યારે નહીં. કેમ કે અત્યારે અયોધ્યા જ અધૂરું છે. તમને જણાવી દઈએ કે AIMIMના સાંસદ અસદદ્દીન ઓવૈસીના નિવેદન પર જવાબ આપતા અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યુ હતું કે અયોધ્યા રામ જન્મભૂમિની લડાઈ હવે પુરી થઈ ગઈ છે. હવે કાશી અને મથુરાને મુક્ત કરાવવાની વારો છે. કાશી અને મથુરા હિન્દુઓ માટે કલંક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp