આ દેશમાં શરૂ થશે પ્રી વેડિંગ કોર્સ, ફેલ થશો તો સરકાર છીવની લેશે લગ્નનો અધિકાર

PC: timesnownews.com

લગ્નનું નામ સાંભળતા જ લોકો ભાગવા લાગે છે, જેના લગ્ન થઈ ગયા છે તે પણ અને જેના થવાના છે તે પણ. તેમ છતાં, લગ્નનો સ્વાદ તો લોકો ચાખે જ છે. પણ શું તમે ક્યારેય લગ્નના કોર્સ વિશે સાંભળ્યું છે? જ્યાં તમને લગ્નના સીક્રેટ્સના ઉપાયો વિશે કહેવામાં આવે? એશિયાનો એક દેશ ‘પ્રી વેડિંગ કોર્સ’ શરૂ કરવા અંગે વિચારી રહ્યો છે. જેમાં દંપતિને લગ્ન પછી થનારા ફેરફારો વિશે કહેવામાં આવશે.

આ કોર્સ સાઉથ ઈસ્ટ એશિયાના દેશ ઈન્ડોનેશિયામાં શરૂ થવાનો છે. આ પ્રી વેડિંગ કોર્સમાં લગ્ન કરનારા કપલ્સને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા બાબતે, બીમારીઓથી બચવા અને બાળકોના કરિયરની ટિપ્સ આપવાની ટ્રેનિંગ આપવામાં આવશે. જેના દ્વારા આ કપલ્સ સફળ લગ્ન જીવનની શરૂઆત કરી શકે.

રિપોર્ટ અનુસાર, આ કોર્સ 2020માં શરૂ થશે, જે ફ્રીમાં કરાવવામાં આવશે. આ કોર્સને ઈન્ડોનેશિયાની હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ કલ્ચર અફેર્સ અને મિનિસ્ટ્રી ઓફ રિજનલ અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થે સાથે મળીને તૈયાર કર્યો છે.

એક અધિકારીએ જણાવ્યું કે, દરેકના દિમાગમાં સવાલ આવી રહ્યો હશે કે જો કપલ્સ આ કોર્સમાં ફેઈલ થઈ જશે તો શું થશે? તેનો જવાબ એ છે કે, જે કપલ્સ આ કોર્સમાં ફેઈલ થશે તે લગ્ન નહિ કરી શકે.

આ કોર્સ 3 મહિનાનો રહેશે અને જો કોઈ કપલ આ કોર્સમાં ફેઈલ થઈ જાય છે તો તે બંનેને ઈન્ડોનેશિયાની સરકાર લગ્ન કરવાની અનુમતિ આપશે નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp