સાહેબ મારી ઉંમર એંહી અને દહ થઈ, લંગોટુ પેરતો થયો ત્યારથી ડોવળું વગાડું

PC: Khabarchhe.com

મુખ્યમંત્રીએ એમની ઉમર અને ક્યારથી આ વાદ્ય વગાડો છે એવો સવાલ કરતા રંગલાએ જણાવ્યું હતું કે, સાહેબ લંગોટુ પહેરતા શીખ્યો અર્થાત સમજણો થયો ત્યારથી આ વગાડું છું. મારી ઉંમર એંહી અને દહ વરહ થઈ. મુખ્યમંત્રીએ આ લોકવાદકની કલા નિષ્ઠાને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, રંગલા અને તેમના સાથીદારો વાંસ અને મોરના પીંછાની સજાવટથી બનતા ડોવળું વાદ્યને વગાડનારી પેઢીના છેલ્લા પ્રતિનિધિ છે. આ વાદ્ય વગાડવામાં ખૂબ તાકાત લગાડી હવા ફૂંકવી પડે છે. નવી પેઢીને એટલે આ વાજુ વગાડવામાં રસ નથી. મોટું ડોવળું લગ્ન જેવા શુભ પ્રસંગોએ અને નાનું ડોવળું ફક્ત દેવ પૂજનમાં વગાડવામાં આવે છે.

એકતા નર્સરી ખાતે વિવિધ પ્રકારના ઇનડોર અને ઓઉટડોર પ્લાન્ટ્સ ઉછેરવામાં આવ્યા છે. આ જગ્યાને આદિવાસી ગ્રામિણો માટે એમની પરંપરાગત કુશળતાઓ, ખાનપાન અને કલા-કારીગરીને રોજગારી સાથે જોડવાના મોડલ તરીકે વિકસાવવામાં આવી રહી છે. અહીં જલ ખેતી (Hydroponics) એટલે કે માટી વગર એકલા પાણીમાં વનસ્પતિના ઉછેરની પધ્ધતિનું ખૂબ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. છાણ, માટી અને કૃષિ કચરામાંથી બનાવેલા જૈવિક કુંડા જેવા નવા અને પર્યાવરણને લાભદાયક પ્રયોગોની જાણકારી મુખ્યમંત્રીએ મેળવી હતી. તેમણે અદભુત કહી શકાય તેવો થોરનો બગીચો એટલે કે કેક્ટસ ઉદ્યાન અને પતંગિયા ઉદ્યાનના વિકાસનું પણ નિરીક્ષણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp