દોઢ લાખ હેક્ટરમાં ઘઉં, 5 હજાર હેક્ટરમાં શાકભાજી લોકડાઉન, 150 કિલો બટેટા સડી ગયા

PC: bhaskar.com

શહેરના અનેક વિસ્તારમાં શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ છે અને ગ્રેઈન માર્કેટમાં ઘઉંની આવક પર બ્રેક લાગતા ખેડૂતોની ચિંતામાં એકાએક વધારો થયો છે. આશરે દોઢ લાખ હેક્ટરમાં ઘઉં અને 5 હજાર હેક્ટરમાં શાકભાજી પણ લોકડાઉન છે. આ વખતે વાતાવરણે સાથ આપ્યો એટલે ઘઉંનું વિપુલ માત્રામાં ઉત્પાદન થયું છે. પણ કોરોના વાયરસને કારણે ખેતરમાંથી માર્કેટ સુધી લાવવામાં ખેડૂતોના ઘરે પાકનો સંગ્રહ કરવો પડે એવી સ્થિતિ છે. કારણ કે ઘઉંને ખુલ્લામાં રાખી શકાય એમ નથી.બીજી તરફ ખેતરમાં પાકેલા ફળ-ફૂલ પણ ખેડૂત તોડી શકતા નથી. ખેતરમાં ફળ-ફૂલ સડી ગયા છે.

માર્કેટ સુધી પહોંચાડવું મોંઘું પડે છે

મધ્ય પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાંથી જ્યારે આ અંગે રિપોર્ટ મળ્યા ત્યારે ઘઉંથી ભરેલું ટ્રેક્ટર ખેડૂતના ઘરની બહાર ઊભું રાખી દેવું પડ્યું હતું. સામાન્ય દિવસોમાં આ રીતે ઘઉંને માર્કેટમાં લઈ જવામાં આવે છે. માર્ચના અંત સુધીમાં અને એપ્રિલના પ્રારંભે ઘઉં બજારમાં પહોંચી જાય છે. પણ અત્યારે ખેડૂતના ઘરે ગુણી તૈયારી કરીને માર્કેટ સુધી પહોંચતી કરવામાં આવી રહી છે. અત્યાર આવું કરવું મોંઘું પડે છે. કારણ કે ટ્રાંસપોર્ટ સરળતાથી મળતા નથી. લોકડાઉન પૂર્ણ થશે ત્યાં સુધીમાં તો ટેકાના ભાવ માટે પણ ઘર્ષણ થાય એવા સંજોગ છે. ઘઉં હજુ આવકમાં છે પણ જો વિપુલ માત્રામાં હજું પાક ઊતર્યો તો કિંમત માટે પણ ખેંચતાણ થાય એવા એંધાણ છે.

150 કિલો બટેટા સડી ગયા

ઈન્દોર પાસે આવેલા કૈલોદમાંથી બટેટાની ખેતી થાય છે. પણ સમયસર બટેટા બજાર સુધી ન પહોંચે તો ખોટ ખાવાનો વારો આવી શકે છે. અત્યાર લોકડાઉનની સ્થિતિ વચ્ચે 150 કિલો જેટલા બટેટા સડી ગયા છે. સાત દિવસ પહેલા જ બટેટાનું કટિંગ કરાયું હતું. હાલમાં ગોદામ સુધી લઈ જઈ શકાતા નથી એટલે ખેતરની બાજુમાં જ એક નાનકડો શેડ તૈયાર કરીને બટેટાનું પેકિંગ કરાય છે. જેથી એમાં કોઈ પ્રકારનો ભેજ ન લાગે. સંજય શર્મા નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, હાલમાં જે બટેટાનો પાક થયો છે તે દારૂગોળા સમાન છે. સંપૂર્ણ રીતે પાકી ગયા છે પણ જાવક ન હોવાને કારણે હાલાકી વેઠવી પડે છે. એવામાં પણ જો ભૂલથી પણ ક્યાંય આગ લાગી જાય તો પાકનો સર્વનાશ થઈ જાય.

પાક પશુઓ ખાય રહ્યા છે

મધ્ય પ્રદેશના ભોપાલ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી દૂધી, ગલકા જેવા પાકની ખેતી થાય છે. પણ હાલમાં યાર્ડ સુધી લઈ જઈ શકાય એમ નથી. વાહન મળતા નથી તેથી ખેતરમાં ઊગેલા પાકને પશુઓ ખાય રહ્યા છે. કેટલોક જથ્થો સાચવીને રાખ્યા બાદ તે પ્રાણીઓને આપી દેવાયો છે. આ માટે ખેતરમાં પશુઓને છૂટા મૂકી દેવાયા છે. પણ ઉત્પાદન એટલું વધારે છે કે, પશુઓ પણ એ મર્યાદાથી વધારે ખાય શકતા નથી. તેથી શાકભાજી આ રીતે પડ્યું રહે છે. ગ્રામ્ય વિસ્તારમાં આસપાસના લોકો સિવાય કોઈ ખરીદવા વાળું પણ નથી. આસપાસના શહેર સુધી પણ પૂરતો જથ્થો પહોંચતો નથી એટલે જાવક એટલી કોઈ મોટી નથી.

 

તાપમાન વધ્યું તો ડૂંગળી બગડી જશે

માર્કેટ બંધ છે અને ખેડૂતોને પાક સામે કોઈ આવક મળે એમ નથી. જો તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો અને ડૂંગળીની જાવક શક્ય ન થઈ તો 80 ટકા ડૂંગળી પણ બગડી જશે. કારણ કે તડકાને કારણે ડૂંગળી સુકાય જાય છે. પછી એ કામમાં લઈ શકાતી નથી. ભાવ પણ મળતા નથી. હજું પણ ડૂંગળીનો કેટલોક જથ્થો કાળો પડી ગયો છે. જે લોકોએ ડૂંગળીના બીજ રોપ્યા હતા એમની પાસે અત્યારે કોઈ ખરીદનાર નથી. આવી જ સ્થિતિ યથાવત રહી તો લોકડાઉન પછી પણ ખેડૂતોને ખોટ ખાવાનો વારો આવશે. લોકડાઉન ખતમ થશે ત્યારે સમગ્ર દેશના જુદા જુદા ભાગમાં ડૂંગળીનો જથ્થો રવાના કરાશે. પણ બગડી ગયેલા પાક સામે કોઈ યોગ્ય કિંમત મળશે કે એ પણ એક જોખમ છે.

ટામેટા અને પાલકની સ્થિતિ પણ ખરાબ

ખેડૂતો કહે છે કે, વધારે સમય સુધી ટામેટા અને પાલકના પાકને ખેતરમાં રાખી શકાય એમ નથી. વધુ તાપમાનને કારણે અને સવારે ભેજને કારણે ઊગેલો પાક બગડી જાય છે. ટામેટાને પણ આ રીતે સાચવી શકાતા નથી. એવામાં લોકડાઉન પૂર્ણ થયા બાદ સારા ટામેટા સામે ભાવ મળશે કે નહીં એ અત્યારે કહી શકાય એમ નથી. એવું ખેડૂતો કહે છે. ત્રણ દિવસમાં આ જથ્થાનો કોઈ નિકાલ ન થયો તો સ્થિતિ વધુ ખરાબ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp