નારંગીની છાલથી ખુશ્બુદાર તેલ કાઢી વેચી શકાય છે, નવસારી યુનિએએ વિકસાવી રીત

PC: trustedhealthproducts.com

 

નારંગીની છાલ અને બીજ માંથી તેલ અને રંગ પદાર્થના નિષ્કર્ષણ માટે દ્વાવણનું માનકકરણ નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના પી.એચ.ટી. વિભાગ દ્વારા નવી પદ્ધતિ તૈયાર કરી છે. નારંગીની છાલ ફેંકી દેવાના બદલે તેમાંથી તેલ કાઢી શકાય છે. નારંગીની છાલમાં  ફોટોકેમિકલ્સ છે. છાલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, વિટામિન એ અને બી પણ હોય છે. તેનું તેલ અનેક રીતે ઉપયોગી છે. તેમાંથી ઘરે પણ તેલ કાઢી શકાય છે. નારંગીની છાલના તેલનો અનેક રીતે ઉપયોગ થાય છે. ઘરમાં સુગંધ ફેલાવવા, વસ્તુને સ્વચ્છ કરવા અને દવા તરીકે પણ ઉપયોગ થાય છે.

ખાદ્ય પ્રસંસ્કારણકારોને ભલામણ કરવામાં આવી છે. નારંગીને સુકવણી કરેલ છાલ અને બીયાને ઘંટીમાં 0.10 મીમીના વ્યાસ વાળી જાળીનો ઉપયોગથી દળ્યા બાદ એન-હેગઝેન - એન-હેગઝેન (n-Hexane)નો 1:4ના ગુણોત્તર પ્રમાણે સુકવેલા દ્રવ્ય અને દ્રાવણ તરીકે ઉપયોગ કરીને દ્વાવક નિષ્કર્ષણની પ્રક્રિયા 98 મિનિટ કરવાથી વધું પ્રમાણમાં તેલ અને ડી-લીમોનીન કાઢી શકાય છે.

સોલવંટ એક્સ્ટેશન (n-Hexane)

દ્વાવક નિષ્કર્ષણ - સોલવંટ એક્સ્ટેશન એટલે કે, દ્રાવકમાં પદાર્થ વિસર્જન દ્વારા મિશ્રણમાંથી કોઈ વિશિષ્ટ પદાર્થને જુદા પાડવાનું છે. (n-Hexane)એ ક્રૂડ તેલથી બનેલું એક કેમિકલ છે. શુદ્ધ એન-હેક્સન એ અરંગીન પ્રવાહી છે જે થોડી અસ્પષ્ટ ગંધ સાથે છે. તે ખૂબ જ જ્વલનશીલ અને વરાળ વિસ્ફોટક હોઈ શકે છે. શુદ્ધ એન-હેક્સાઇનનો ઉપયોગ પ્રયોગશાળાઓમાં થાય છે. ઉદ્યોગમાં વપરાતા મોટાભાગના એન-હેક્સને સોલવન્ટ્સ કહેવાતા સમાન રસાયણો સાથે મિશ્રિત કરવામાં આવે છે. તેનો ઉપયોગ બીજમાંથી રસોઈ તેલ કાઢવા ઉપયોગ થાય છે. વિવિધ વસ્તુઓની સફાઇ માટે અને કાપડના ઉત્પાદનમાં થાય છે. તેઓ સામાન્ય રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં ફૂડ આધારિત સોયાબીન તેલના નિષ્કર્ષણમાં ઉપયોગમાં લેવાય છે. ઉદ્યોગમાં વપરાતા મોટાભાગના એન-હેક્સાને સોલવન્ટ્સ કહેવાતા સમાન રસાયણો સાથે મિશ્રિત કરવામાં આવે છે. એન-હેક્સાન ધરાવતા સોલવન્ટ્સનો મોટો ઉપયોગ એ છે કે સોયાબીન જેવા પાકમાંથી વનસ્પતિ તેલ કાઢવા આ દ્રાવકોનો ઉપયોગ છાપકામ, કાપડ, ફર્નિચર અને જૂતા બનાવતા ઉદ્યોગોમાં સફાઇ એજન્ટો તરીકે પણ થાય છે.

ઉપયોગ

તેલનો ઉપયોગ કેક, પાણી, કોઈપણ ખાદ્ય ચીજોમાં સ્વાદ આપવા માટે થાય છે. વાળના ઉત્પાદનો માટે સારા કન્ડિશનર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. કુદરતી ક્લીનર્સ માટે ઉપયોગ થાય છે. છાલમાં વિટામિન સી અને એન્ટીઓકિસડન્ટ હોય છે. તે પ્રાકૃતિક શુદ્ધિકરણ તરીકે કાર્ય કરે છે. નારંગીની છાલમાં સુગંધ અને તેલ છે. ઉત્તમ કુદરતી ક્લીનર તેમજ એર ફ્રેશનર તેમાંથી બની શકે છે. છાલને પાણીમાં ઉકાળી પાણીનો છંટકાવ કરવાથી ક્નીનર અને સુગંધ માટે થાય છે. ફ્રિજમાંથી દુર્ગંધ દૂર કરવા છાલનો ઉપયોગ થાય છે. તમામ પ્રદારની ગંધ દૂર કરવા વપરાય છે. સ્ટેઈનલેસ સ્ટીલ અથવા લાકડાની સપાટીને પોલિશ કરી ચમક લાવવા માટે વપરાય છે. સરકોના ટીપા નાંખી શકાય છે.  નારંગીના રસમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે કુદરતી રીતે વિરંજનનું કાર્ય કરે છે. જો તમે ઇચ્છતા હોવ તો, તમે બરફની ટ્રેમાં નારંગીનો રસ સ્થિર કરી શકો છો અને પછી તેને તાજી દેખાવ માટે ચહેરા પર લગાવી શકો છો.

આરોગ્ય માટે

નારંગીની છાલ કેન્સર, ફેફસાં, ડાયાબિટીઝની સારવાર, વજન ઘટાડવા,  આંખ સારી થાય, દાંત, ત્વચા માટે નારંગીની છાલનો ઉપયોગ થતો હતો. નારંગીની છાલનાં પાવડરનો ઉપયોગ ફેસ પેક તરીકે થાય છે. ચહેરાની સુંદરતા માટે ફાયદાકારક છે. એન્ટીઓકિસડન્ટ પણ હોય છે. ત્વચાને સ્વસ્થ અને ગ્લોઇંગ બનાવે છે. બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તેલ કે સુગંધમાં બાયો-ફ્લેવોનોઇડ હોય છે જે લોહીના પ્રવાહને વેગ આપે છે. ફોલિક એસિડ વાળના મૂળને મજબૂત બનાવે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા એન્ટીઓકિસડન્ટો હોય છે. છાલ કે તેલને દૂધમાં લેવાથી લોહી સાફ થાય છે. દૂધ સાથે હળદર સાથે મિક્સ કરી ચહેરા પર લગાવવાથી ખીલ દૂર થાય છે. બળતરા વિરોધી, એન્ટિ-માઇક્રોબાયલ, એસિડિટી, હાર્ટબર્ન, ઉબકા, ઉલટી જેવી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. ફલાવોનોઇડ્સ ઓસ્ટિઓપોરોસિસ, કોલોન કેન્સર, યકૃત, મેટાબોલિઝમની ગતિમાં પણ વધારો કરે છે, જે મેદસ્વીપણું અને કોલેસ્ટરોલની દૂર કરવા મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp