દેવામાં ડૂબેલો ખેડૂત કાંદાને કારણે આ રીતે બન્યો કરોડપતિ

PC: google.com

હાલમાં ડુંગળી ગ્રાહકોને રડાવી રહી  છે અને તેના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે જનતાના ખિસ્સા પર તો ડુંગળીને કારણે ભાર પડી રહ્યો છે, પરંતુ ખેડૂતોને આનાથી ઘણો ફાયદો થઇ રહ્યો છે. કર્ણાટકનો ખેડૂત ડુંગળીને કારણે કરોડપતિ બની ગયો છે. હા, ચિત્રદુર્ગ જિલ્લાના ડોડ્ડાસિદ્વાવનહલ્લીના રહેવાસી મલ્લિકાર્જુનની કિસ્મતે અચાનક વળાંક લીધો હતો.

ડુંગળીના ભાવ વધ્યા અને એક મહિનામાં જ મલ્લિકાર્જુન કરોડપતિ બની ગયો હતો. તેના પર મોટું દેવું હતું, પરંતુ ડુંગળીને કારણે તેની બધી સમસ્યા દૂર થઇ ગઇ હતી. એટલું જ નહીં, મલ્લિકાર્જુન હવે આસપાસના ખેડૂતો માટે રોલ મોડેલ બની ગયો છે અને લોકો તેમની પાસેથી ખેતીની યુક્તિઓ શીખવા માટે આવી રહ્યા છે.

42 વર્ષીય મલ્લિકાર્જુને લોન લઈને ડુંગળીની ખેતી કરી હતી. મલ્લિકાર્જુન કહે છે કે, આ અત્યાર સુધીનું સૌથી મોટું જોખમ હતું. પાક ખરાબ થઈ ગયો હોત અથવા ભાવ ઘટ્યા હોત તો હું ખરાબ રીતે ફસાઈ ગયો હોત. પરંતુ આ ડુંગળીએ મારા પરિવારનું ભાગ્ય બદલી નાખ્યું છે.

મલ્લિકાર્જુને 240 ટન ડુંગળી (આશરે 20 ટ્રક) નું બમ્પર ઉત્પાદન કર્યું છે. આવી સ્થિતિમાં જ્યારે ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 200 રૂપિયા જેટલો હતો ત્યારે તેણે ઘણો ફાયદો કર્યો હતો. જો કે, જ્યારે તેણે 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, ત્યારે તેણે આશા વ્યક્ત કરી હતી કે 5-10 લાખ રૂપિયાનો નફો થશે. જો કે, ડુંગળીના વધેલા ભાવોએ તેને અનેકગણો લાભ આપ્યો છે.

મલ્લિકાર્જુન હવે બેંગ્લોરથી 200 કિલોમીટર દૂર ચિત્રદુર્ગમાં ખેતી ક્ષેત્રે પ્રસિદ્ધ થઇ ગયા છે. તમામ ખેડુતોએ તેમને તેમના આદર્શ તરીકે સ્વીકારવાનું શરૂ કર્યું છે. તે કહે છે, 'મેં મારું દેવું ચૂકવ્યું છે. હવે મારી એક સુંદર ઘર બનાવવાની યોજના છે. આ સાથે, હું ખેતીના વિસ્તરણ માટે વધુ જમીન ખરીદવા માંગું છું. 10 એકર જમીન ધરાવતા મલ્લિકાર્જુને ડુંગળી ઉગાડવા માટે 10 એકર જમીન લીઝ પર લીધી હતી. આશરે 50 કામદારો પણ રાખ્યા હતા. મલ્લિકાર્જુન વર્ષ 2004થી વરસાદની સીઝનમાં ડુંગળી ઉગાડતો હતો.

મલ્લિકાર્જુનની મહેનત અને ભાગ્ય નિશ્ચિતરૂપે આ વખતે તેમને કરોડપતિ બનાવ્યા છે. પરંતુ, આ યાત્રા એટલી સરળ નહોતી. ગયા વર્ષે તેનો નફો લગભગ 5 લાખ રૂપિયા હતો. મલ્લિકાર્જુન કબૂલ કરે છે કે નફો તેના પરિવારના ખર્ચ પૂરા કરવા માટે પૂરતો છે, પરંતુ તે વધારાની જમીન ભાડે આપે છે અને 20 લાખ રૂપિયાની લોન પણ લે છે. કમનસીબે, તેને પણ મોટું નુકસાન થયું હતું. જો કે, તેણે હાર માની નહીં અને 5 લાખ રૂપિયાની બચત સાથે ડુંગળીની ખેતી ફરી શરૂ કરી અને આ વખતે તેનું નસીબ ઉલટાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp