2018મા અત્યારસુધીના ઇતિહાસમાં સૌથી વધુ પાક વીમાના દાવાની રકમ ચૂકવાઇ: કૃષિમંત્રી

PC: facebook.com/rcfalduofficia

રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુએ વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નના ઉત્તર આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં નીતિઓ ઘડતી આવી છે અને ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર સતત જાગૃત છે. વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા હોવાનું જણાવીને કૃષિ મંત્રી આર.સી.ફળદુએ ઉમેર્યુ હતુ કે, ખરીફ વર્ષ- 2018માં આજદિન સુધી રૂ. 2764.83 કરોડના પાકના દાવાઓ ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ પાક વીમા દાવાઓની રકમ છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, ખેડૂતો માટે સતત ચિંતા કરતી આ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અથાગ પ્રયત્નોને કારણે પ્રથમવાર એવું બન્યું છે કે તે જ નાણાકીય વર્ષમાં પાક વીમાના દાવા ખેડૂતોને ચૂકવી દેવામાં આવ્યા હોય. તેમણે ઉમેર્યું કે, પ્રધાન મંત્રી ફસલ બીમાં યોજના હેઠળ વર્ષ 2018-19માં કુલ 19.66 લાખ ખેડૂત અરજીઓ દ્વારા 26.12 લાખ હેકટર વિસ્તાર વીમા હેઠળ આવરી લેવામાં હતો જેમાં ખેડૂતો દ્વારા ભરવામાં આવેલ પ્રીમીયમ રૂ. 402.56 કરોડ, રાજ્ય સરકાર ના હિસ્સા ની પ્રીમીયમ સહાય રૂ. 1369.42 કરોડ અને કેન્દ્ર સરકાર ના હિસ્સા ની પ્રીમીયમ સહાય રૂ. 1369.42 કરોડ મળી કુલ રૂ. 3141.40 કરોડ પ્રીમીયમ પેટે થયેલ હતા જેની સામે રૂ. 2764.83 કરોડ ના દાવાઓ કુલ 10.56 લાખ ખેડૂતો ને ચૂકવાયેલ હતા.

તેમણે ઉમેર્યું કે, પ્રધાન મંત્રી ફસલ બીમાં યોજના હેઠળ વર્ષ 2019-20 માં ખરીફ રૂતુ માં કુલ 19.21 લાખ ખેડૂત અરજીઓ દ્વારા 25.42 લાખ હેકટર વિસ્તાર વીમા હેઠળ આવરી લેવામાં આવેલ છે. જેમાં ખેડૂતો દ્વારા ભરવામાં આવેલ પ્રીમીયમ રૂ. 426.30 કરોડ, રાજ્ય સરકારના હિસ્સાની પ્રીમીયમ સહાય રૂ. 1523.99કરોડ અને કેન્દ્ર સરકાર ના હિસ્સા ની પ્રીમીયમ સહાય રૂ. 1523.99 કરોડ મળી કુલ રૂ. 3474.28 કરોડ પ્રીમીયમ પેટે થયેલ છે. જેની સામે આજ દિન સુધી રૂ. 81.79કરોડ ના દાવાઓ કુલ 68863 ખેડૂતો ને ચૂકવાયેલ છે. જેમાં પ્રીવેન્ટેડ સોઇંગ ના દાવાઓ પેટે રૂ.48.51 કરોડ 20289 ખેડૂતોને, સ્થાનિક આપત્તિ ના દાવાઓ પેટે રૂ. 33.28 કરોડ 48574 ખેડૂતોનેચૂકવાયેલ છે. પાકા કાપણી અખતરા આધારિત દાવાઓ બાબતે પાક ઉત્પાદનની આકારણી ચાલુ હોય તેનું આખરીકરણ થયે થી ચૂકવવાપાત્ર દાવાઓ ચૂકવણી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp