મગફળીના વાવેતરે 10 વર્ષનો વિક્રમ તોડ્યો, પણ ઉત્પાદન નહીં મળે

PC: Khabarchhe.com

ગુજરાતમાં મગફળીનો પાક એકાએક વધી જઈને છેલ્લા 10-11 વર્ષનો વિક્રમ તોડી નાંખ્યો છે. 2009-10માં 24.85 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. ત્યાર બાદ 2020માં વિક્રમજનક વાવેતર થયું છે. જોકે, 2009-10નો વિક્રમ તોડી શકાયો નથી. પણ છેલ્લાં 10 વર્ષમાં સૌથી વધું વાવેતર થયું છે.

મગફળી વાવેતર વધવાનું કારણ કપાસ અને ઉત્તર ગુજરાત છે. બીટી કપાસનો યુગ પૂરો થઈ રહ્યો છે. તેમાં ગુલાબી ઇયળ અને બીજા રોગો આવવા લાગ્યા છે. તે રોગ પ્રતિકાર શક્તિ ગુમાવી રહ્યો છે. તેથી અગાઉ કરતાં ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. બીજું એ કે, કપાસના ભાવ 5 વર્ષ પહેલા મળતા હતા તે મળતા નથી. તેથી ખેડૂતો મગફળીનું વાવેતર વધારી રહ્યાં છે. કારણ કે તે સીક્યોર પાક છે અને તેલના ભાવ કંઈક અંશે જળવાઈ રહે છે. તેના પર આંતરરાષ્ટ્રિય ભાવની બહું ઓછી અસર થાય છે.

વાવેતર તો વધ્યું છે પણ આ વર્ષે વધું વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાક નિષ્ફળ ગયો છે. તેથી ઉત્પાદનને માઠી અસર થશે. ભાવો નીચા છે અને સરકારે મગફળી ખરીદ કરવાની તૈયારી શરૂં કરી છે. 

 મગફળી વાવેતર હેક્ટર        

 2000-01 1744800

2001-02 1887700

2002-03 2029400

2003-04 2003400

2004-05 1985000

2005-06 1958100

2006-07 1867800

2007-08 1846300

2008-09 1929600

2009-10 2485000

--------------

2010-11 1715000

2011-12 1420000

2012-13 1219400

2013 - 1660300  

2014 - 1225200  

2015 - 1295800

2016 - 1642200

2017 - 1600400

2018 - 1467621

2019 - 1552212

2020 - 2065398

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp