જાણો મોદી સરકારના રાજમાં ક્યારે ક્યારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા

PC: timesnownews.com

PM મોદીએ જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાનનનો નારો આપ્યો છે. મોદી સરકારે 2014 થી લઈને અત્યાર સુધી ખેડૂતોને ખુશહાલ અને સમૃદ્ધ બનાવ્યા હોવાનો દાવો કરતી આવી છે. તેમ છત્તાં, છેલ્લા છ વર્ષોમાં મોદી સરકાર વિરુદ્ધ ખેડૂતો ઘણી વખત રસ્તા પર ઉતરીને આંદોલન કરી ચૂક્યા છે. આ વખતે પણ સાંસદમાં પાસ થયેલા કૃષિ બિલને લઈને દેશભરના ખેડૂતો દ્વારા તેનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. દેશના વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા આજે દેશવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું છે.  તેવામાં જોઈ લઈએ છેલ્લા છ વર્ષમાં ક્યારે અને કંઈ કંઈ માંગો સાથે મોદી સરકાર વિરુદ્ધ ખેડૂતોએ મોરચા કાઢ્યા છે.

દેશની સત્તા પર PM નરેન્દ્ર મોદીએ ગાદી સંભાળતાથી સાથે જ સૌથી પહેલા ખેડૂતોએ રસ્તા પર ઉતરી મારચા કાઢવાનું કામ કર્યું હતું. જાન્યુઆરી 2015 માં મોદી સરકાર જમીન સંપાદન કાયદામાં બદલાવ માટેનો ઓર્ડર લઈને આવી હતી, જેના વિરુદ્ધ દેશભરના ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મોદી સરકારે આ વટહુકમને લોકસભા પણ પાસ કરાવી દીધો હતો, પરંતુ ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરતા સરકારે પીછે હઠ કરવી પડી હતી.

ખેડૂત સંગઠોનીથી લઈને અન્ના હજારે સુધી ઘણા લોકો ધરણા પર બેસી ગયા હતા. આ વટહુકમને કારણે કોંગ્રેસ દ્વારા PM મોદીને ખેડૂત વિરોધી સરકાર કહી હતી, કારણ કે 2013ના કાયદા પછી જમીન સંપાદનની પ્રક્રિયા ઘણી અઘરી થઈ ગઈ હતી.

2017માં તમિલનાડુના ખેડૂતો દેવા માફી અને સિંચાઈ સંબંધિત સમસ્યાના સમાધાન માટે કાવેરી પ્રબંધન બોર્ડની સ્થાપનાની માગણીની સાથે દિલ્હીના જંતર-મંતર પર મહિનો ધરણા પર બેઠા હતા. તે સિવાય ખેડૂતોએ અર્ધનગ્ન થઈને પ્રદર્શન કરવાથી લઈને પોતાના પેશાબ સુધી પીધું હતું. રાહુલ ગાંધીએ આ પ્રદર્શનને પોતાનું સમર્થન આપ્યું હતું.

ભારતીય ખેડૂત યુનિયનના નેતૃત્વમાં હજારો ખેડૂતોએ હરિદ્વાર થી દિલ્હી સુધી ચાલીને કિસાન ક્રાંતિ યાત્રા કાઢી હતી. આ સિવાય 2018ના નવેમ્બર મહિનામાં અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમન્વય સમિતિના બેનર હેઠળ દેશના 208 જનસંગઠનો સાથે જોડાયેલા ખેડૂતો દિલ્હીના રામલીલા મેદાન થી સાંસદ સુધી ચાલીને વિશાળ રેલી કાઢી હતી. વિપક્ષના તમામ પક્ષો આ રેલીમાં પોતાનું સમર્થન આપવા માટે પહોંચ્યા હતા.

સરકાર કૃષિ સંબંધિત વસ્તુઓમાં બદલાવ કરવા માગે છે પરંતુ ખેડૂત સંગઠનો અને વિપક્ષ તેની વિરદ્ધમાં છે. PM મોદી આગળ પણ કહી ચૂક્યા છે કે, ન્યૂનતમ સમર્થન મૂલ્ય અને સરકાર ખેડૂતો પાસેથી ખરીદી કરશે, પરંતુ ખેડૂતોને આ વાત પર વિશ્વાસ આવી રહ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp