ડુંગળીના ભાવ વધારા બાદ આ લીલોતરીની કિંમતમાં થયો વધારો, ગૃહિણીની હૈયાવરાળ વધશે

PC: etimg.com

દેશના જુદા જુદા રાજ્યમાં જે તે કોમોડિટીની મર્યાદિત સપ્લાય અને વધુ પડતા વરસાદને કારણે શાકભાજી માર્કેટમાં અનેક લીલોતરીના ભાવ આસમાને પહોંચ્યા છે. ડુંગળીના ભાવમાં એકાએક વધારો થયા બાદ હવે મરચા લેવા મોંઘા પડશે. જેના કારણે ગૃહિણીનું બજેટ ખોરવાય એવી પૂરી શક્યતાઓ છે. મરચાનો ભાવ એક કિલોના રૂ.120 સુધી પહોંચી ગયો છે. એટલું જ નહીં સુકા મરચાની માંગમાં પણ વધારો થયો છે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો ધીમે ધીમે મરચાની આવક ઘટી રહી છે. જ્યારે બીજા રાજ્યમાંથી આવતા મરચાની આવક સંપૂર્ણ પણે બંધ થઈ ગઈ છે. આપણા દેશમાં સૌથી વધારે મરચાની ખેતી આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા તથા બંગાળના કેટલાક ભાગમાં થાય છે. જ્યારે રાજકોટ યાર્ડમાં વાંકાનેર અને ચોટિલા પંથકમાંથી મરચા આવે છે. જોકે, ત્યાંથી પણ જરૂરીયાત કરતા સાવ ઓછા મરચા આવે છે. તેથી સ્થાનિક માર્કેટમાં એનો ભાવ એકાએક વધી ગયો છે. રાજકોટ યાર્ડમાં 50 હજાર કિલો મરચાની હરાજી થાય છે. હોલસેલમાં ભાવ 1600થી 1800 રૂપિયા સુધી પહોંચ્યો છે. જ્યારે રિટેલમાં 140 રૂ. કિલો વેચાય રહ્યા છે. વેપારીઓ કહે છે કે, ક્યારેય આશા પણ રાખી ન હતી કે, મરચાના ભાવ આ સપાટી સુધી વધી જશે. જ્યારે છૂટક વેપારીઓ કહે છે, મરચાના ભાવ વધતા હવે એક પણ મરચું મફત આપવું પોસાય એમ નથી. પણ કેટલાક લોકો છૂટકમાં પણ દસથી બાર નંગની મરચાની માંગ કરી રહ્યા છે. માત્ર મરચા જ નહીં અન્ય રાજ્યમાંથી આવતા કેટલાક શાકભાજી અને ફળફળાદી પણ બંધ થઈ ગયા છે. કારણ કે, વધુ પડતા વરસાદને કારણે પાક ધોવાયો છે અને જે પાક છે એ સ્થાનિક માર્કેટ પૂરતો છે. એમાં પણ તે બગડી જવાનું જોખમ તોળાય રહ્યું છે.

આંધ્ર પ્રદેશના અમરાવતી માર્કેટના રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે મરચાની ભુક્કીની નિકાસ થાય છે. વૈશ્વિક સ્તરે પણ માંગ ઘટી જતા એક માઠી અસર ઊભી થઈ છે. અતિ ઉચ્ચ ગુણવત્તાના સુકા મરચા તથા એની ભુક્કીની કિંમતના ક્વિટલ લેખે રૂ17000થી 18000 થયા છે. જે ભાવ અગાઉ રૂ.12000 હતો. લોકડાઉન પહેલા જે રૂ.6000 ક્વિટલ લેખે ઓર્ડર મળતો એ ભાવ અત્યારે રૂ.10,000 સુધી પહોંચી ગયો છે. અહીં મોટા ભાગના ખેડૂતો લીલા અને લાલ મરચાની ખેતી કરે છે. લાલ મરચા પછી સુકવીને મસાલા તૈયાર કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp