ગુજરાતની ઝોયા ખાન ભારતની પહેલી ટ્રાન્સજેન્ડર ઓપરેટર બની

PC: twimg.com

ગુજરાતના વડોદરામાં ઝોયા ખાન, ભારતમાં કોમન સર્વિસ સેન્ટરની પહેલી ટ્રાન્સજેન્ડર ઓપરેટર બની છે. ઝોયા ખાનનો હેતુ ટ્રાન્સજેન્ડર સમુદાયમાં સભ્યોને ડિજિટલ યુગની સાથે ચાલવાનું શીખવવાનો છે અને સમુદાયના લોકોને તેની સાથે જીવવું શીખવવાનો છે. વાત એ છે કે, પોતે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના ટેક્નોલોજીકલ મંત્રી રવિશંકર પ્રસાદે એક ટ્વીટ કરી ઝોયા ખાનના ભારતના કોમન સર્વિસ સેન્ટરની પહેલી ટ્રાન્સજેન્ડર ઓપરેટર હોવાની જાણકારી આપી છે.

પોતાની ટ્વીટમાં રવિશંકર પ્રસાદે લખ્યું, ઝોયા ખાન ગુજરાતના વડોદરા જિલ્લાથી કોમન સર્વિસ સેન્ટરની પહેલી ભારતીય ટ્રાન્સજેન્ડર ઓપરેટર છે. તેમણે ટેલીમેડિસિન કન્સલ્ટેશનની સાથે CSC કામ શરૂ કર્યું છે. જેમનું વિઝન ટ્રાન્સજેન્ડર સમુદાયને ડિજિટલ રૂપથી સાક્ષર બનાવવા અને તેમના સારા અવસરો પ્રદાન કરવામાં તેમનું સમર્થન કરવાનું છે.

કોમન સર્વિસ સેન્ટર ભારત સરકાર દ્વારા ગ્રામીણ અને દૂરના સ્થાનો પર ઈસેવા પહોંચાડવા માટે આપવામાં આવતી સુવિધા છે. આ સુવિધાઓ એવા ક્ષેત્રોમાં આપવામાં આવે છે, જ્યાં કમ્પ્યૂટર અને ઈન્ટરનેટની ઉપલબ્ધતા ના બરાબર છે. અથવા તો છે જ નહીં.

CRPF અને ITBPમાં પણ અધિકારી બની શકશે ટ્રાન્સજેન્ડર

હવે CRPF અને ITBPમાં પણ ટ્રાન્સજેન્ડરની નિમણૂકનો રસ્તો સાફ થઇ ગયો છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, ટ્રાન્સજેન્ડરની નિમણૂકથી કોઈ સમસ્યા નથી, ત્યાર પછી વિભાગે ભરતી પ્રક્રિયા પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. રિપોર્ટ અનુસાર, સરકાર આંતરિક સુરક્ષાની વિભિન્ન ડ્યૂટી માટે દેશમાં તૈનાત કરનારા આ બળોમાં અધિકારીઓ તરીકે ભરતી માટે તેમને UPSCની પરીક્ષામાં બેસવાની પરવાનગી આપવા પર વિચાર કરી રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગયા વર્ષે ડિસેમ્બરમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિ કાયદાને અધિસૂચિત કરવાની સાથે જવાનની ભૂમિકા સહિત દરેક ક્ષેત્રો અને સેવાઓમાં ટ્રાન્સજેન્ડરને સમાન તક આપવી જરૂરી છે. ગૃહમંત્રાલયે પાંચો અર્ધસૈન્ય કે CAPF પાસેથી પક્ષ કે વિપક્ષમાં સમયબદ્ધ રીતે ટિપ્પણી માગી છે. જેથી કેન્દ્રીય લોક સેવા આયોગને જાણ કરી શકાય કે આ વર્ષે CAPFના સહાયક કમાન્ડેટની પરીક્ષા માટે જલદી પ્રકાશિત થનારી અધિસૂચનામાં ટ્રાન્સજેન્ડર શ્રેણીને સામેલ કરી શકાય કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp