નુકસાનમાંથી નફામાં આવેલી આ બેંકે 50 બ્રાન્ચ બંધ કરવાનો લીધો નિર્ણય

PC: newindianexpress.com

યસ બેંકની આર્થિક સ્થિતિ હવે ધીરે ધીરે સુધરી રહી છે. યસ બેંકે નાણાંકીય વર્ષ 2020-21ના બીજા ત્રિ-માસિકમાં 129.37 કરોડ રૂપિયા ચોખ્ખો નફો મેળવ્યો છે. યસ બેંકને આ લાભ ફસાયેલા દેવામાં વધારા છતાં પણ થયો છે. યસ બેંકને સમાન અવધિમાં વર્ષભર પહેલા 600 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. યસ બેંકે શેરબજારોને જણાવ્યું કે, અહેવાલ અવધિ દરમિયાન તેમની કુલ આવક વર્ષભર પહેલા 8,347.50 કરોડ રૂપિયાથી ઓછી થઈને 5,952.1 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. જોકે આ દરમિયાન બેંકનો NPA વધ્યો છે.

બેંકની સ્થિતિને વધારે સારી કરવા માટે કેટલાક પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે, જે બાબતે બેંકના CEO પ્રશાંત કુમારે જાણકારી આપી હતી. બેંકના CEO પ્રશાંત કુમારે કહ્યું કે, અમે ફંડ એકત્ર કરવાને લઈને કેટલાક મહત્ત્વના પગલાં ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, બીજા ત્રિ-માસિકના પરિણામ ઉત્સાહિત કરનારા છે. બેંક હવે રિકવરી મોડમાં છે અને હું તેની પ્રગતિથી સંતુષ્ટ છું. ઉલ્લેખનીય છે કે, લગભગ 7 મહિના પહેલા જ્યારે પ્રશાંત કુમારે યસ બેંકની જવાબદારી સંભાળી હતી, એ સમયે બેંક આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. પ્રશાંત કુમારે કહ્યું કે, બેંકની આર્થિક સ્થિતિને વધારે સારી કરવા માટે યસ બેંક પોતાની 50 બ્રાન્ચ બંધ કરવા જઈ રહી છે. કારણ કે કેટલીક જગ્યાએ શાખાઓ એકદમ નજીક-નજીક છે, જે જરૂરી નથી. નોંધનીય છે કે મેનેજમેન્ટ હેઠળ ખાનગી ક્ષેત્રની આ બેંક ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં સંચાલન ખર્ચમાં 20 ટકાના કાપનું લક્ષ્ય લઈને ચાલી રહી છે.

તેના માટે બેંક દ્વારા પટ્ટા પર લેવામાં આવેલા બિનજરૂરી સ્થળોને પાછા કરવામાં આવી રહ્યા છે. એ સિવાય બેંક બધી 1100 શાખાઓ માટે ભાડા પર નવી રીતે વાતચીત કરી રહી છે. એ સિવાય પ્રશાંત કુમારે જણાવ્યું કે, ATMની સંખ્યાને પણ સુસંગત કરવામાં આવી રહી છે. બેંકનું કેપિટલ વધારવા માટે પ્રશાંત કુમારે માર્ચ 2021 સુધી 2 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે કહ્યું કે, આ વ્યાવસાયિક વર્ષમાં કોરોના મહામારીના કારણે 9 હજાર કરોડ રૂપિયાથી વધારે નવા એસેટ્સ સ્ટ્રેસ્ડ શ્રેણીમાં આવી ગયા છે. પ્રશાંત કુમારે કહ્યું કે, મધ્ય મુંબઈના ઈન્ડિયા બુલ્સ ફાઈનાન્સ સેન્ટરમાં પેહલા બે ફ્લોર છોડી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp