વડગામમાં TDO સામે મહિલા તલાટીએ શારીરિક શોષણની ફરિયાદ કરી

PC: Youtube.com

દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટેના પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે વડગામ તાલુકાના વિકાસ અધિકારી સામે મહિલા તલાટીએ શારીરિક શોષણ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા તલાટીએ એવા પણ આક્ષેપ કર્યા છે કે, તાલુકા વિકાસ અધિકારીએ એક મહિલા નહીં પરંતુ અનેક મહિલા કર્મચારીનું શારીરિક શોષણ કર્યું છે. જેથી આ મામલો હવે નેશનલ વુમન કમિશન સુધી પહોંચ્યો છે.

રિપોર્ટ અનુસાર વડગામ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી અમરત પરમાર દ્વારા મહિલા તલાટીનું જાતીય શોષણ કરવામાં આવતું હોવાની ફરિયાદ નેશનલ વુમન કમિશનમાં દાખલ કરવામાં આવી છે. મહિલા તલાટીના શારીરિક શોષણની ફરિયાદ દાખલ થતાં જ બનાસકાંઠાનું વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે અને તાલુકા વિકાસ અધિકારી સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, બીજી તરફ મહિલા આયોગે તાલુકા વિકાસ અધિકારી અમરત પરમાર સામે જાતીય શોષણની ફરિયાદ દાખલ કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકને પણ સૂચના આપી દેવામાં આવી છે.

કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન હોવાના કારણે મહિલા આયોગના ડિરેક્ટર ડૉ.રાજુલબેન દેસાઇ પીડિત મહિલા તલાટીને રૂબરૂ ન મળી શકતા હોવાથી તેઓએ વીડિયો કોલ કરીને મહિલા તલાટી સાથે વાતચીત કરી હતી. મહિલા તલાટીએ તાલુકા વિકાસ અધિકારી અમરત પરમાર પર એવો પણ આક્ષેપ કર્યો છે કે, અમરત પરમાર ચાલુ ફરજ દરમિયાન દારૂ પીને તેનું શોષણ કરતો હતો અને અત્યાર સુધીમાં તેને અનેક મહિલા કર્મચારીઓને શિકાર બનાવી છે. આ સમગ્ર મામલે હવે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ પોલીસને ફરિયાદ દાખલ કરવાની સૂચના આપી છે, ત્યારે પોલીસની તપાસ બાદ જ આગામી દિવસોમાં જાણવા મળશે કે, તાલુકા વિકાસ અધિકારી પર વહીવટી તંત્ર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp