પત્ની પતિનું પ્રાઇવેટ પાર્ટ કાપવા માગતી હતી, આ હતું આવી કટ્ટરતા પાછળનું કારણ

PC: thevedichoroscope.com

પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના પૂણેમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પૂણેના માલવાડી પોલીસ સ્ટેશનમાં એક પતિએ પોતાની પત્ની સામે અને એના એક બોયફ્રેન્ડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિએ આરોપ લગાવ્યો છે કે, એની પત્ની એને નપુસંક બનાવવા માટે પ્રયત્નો કરી રહી હતી. જેથી તે આ આધાર પર છૂટાછેડા લઈ શકે.

પોલીસે આ કેસમાં જણાવ્યું હતું કે, 27 વર્ષના ચેતન સુરાલે આ ફરિયાદ નોંધાવી છે. જે એની પત્ની સામે છે. તેનો આરોપ છે કે, એની પત્ની સ્મિતલ સુરાલે (ઉ.વ.25) તથા બોયફ્રેન્ડ કોસ્તુભ ગોગાટે (ઉ.વ.22)એ નપુસંક બનાવવા માટે એક યોજના બનાવી હતી. ચેતન એક સોફ્ટવેર એન્જિનીયર છે. જેના લગ્ન આ વર્ષે માર્ચ મહિનામાં થયા હતા. સ્મિતલ એક મેકેનિકલ એન્જિનીયર છે. લગ્ન બાદ લોકડાઉન લાગુ થઈ જતા તેઓ હનિમુન પર જઈ શક્યા નથી. તા. 18 ઑક્ટોબરના રોજ તેઓ મહાબળેશ્વર ગયા હતા. જ્યાં એક હોટેલમાં રોકાયા હતા. આ હોટેલમાં કોસ્તુભ નામનો વ્યક્તિ પણ રોકાયો હતો. કોસ્તુભે પહેલા એની સાથે ફ્રેન્ડશીપ કરી. પણ ચેતનને સ્મિતલ અને કોસ્તુભ વચ્ચેના સંબંધ અંગે કોઈ જાણકારી ન હતી. ત્રણેય વ્યક્તિઓએ હોટેલમાં ખૂબ એન્જોય કર્યું. હોટેલમાં ડ્રિક્સ દરમિયાન કોસ્તુભે ચેતનને કહ્યું કે, તે પણ વારજે વિસ્તારમાં રહે છે. લોકડાઉનમાં એની નોકરી જતી રહી છે. હાલ તે ભાડું આપી શકે એવી સ્થિતિમાં નથી. કોસ્તુભે ચેતનને પૂછ્યું કે, શું તે એના ઘરે રહી શકે છે? ચેતને કોસ્તુભની મદદ કરવા માટે પોતાના ઘરે રહેવા મંજૂરી આપી. મહાબળેશ્વરથી પરત આવ્યા બાદ કોસ્તુભ ચેતનના ઘરે શિફ્ટ થઈ ગયો.

જ્યારે ચેતને કોસ્તુભનો મોબાઈલ ફોટા જોવા માટે માગ્યો ત્યારે ચેતનને કેટલીક શંકાસ્પદ તસવીર જોવા મળી હતી. મોબાઈલ પરના મેસેજ વાંચ્યા તો એ ચોંકી ગયો હતો. પત્ની અને કોસ્તુભ વચ્ચેના અફેરનો ભાંડો ફૂટી ગયો હતો. મેસેજમાં બંનેએ વાત કરી હતી કે, તે પતિના પ્રાયવેટ પાર્ટની નસ કાપીને એને નપુસંક બનાવી દેશે. જ્યારે સ્મિતલ આ આધારે છૂટાછેડા માગશે. આ વાતથી ભયભીત થયેલો ચેતન પોતાના વતન અમદાવાદ જતો રહ્યો હતો. ઘરે આવીને આ વાત તેણે પોતાના માતા-પિતાને કરી. ત્યાર બાદ પત્ની અને બોયફ્રેન્ડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું કે, સ્મિતલ અને કોસ્તુભનું પહેલાથી અફેર ચાલી રહ્યું હતું પણ બંનેની જ્ઞાતિ અલગ હોવાને કારણે લગ્ન થઈ શક્યા ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp