વહીવટી તંત્રમાં બદલીઓ કેમ અટકી? હવે ઉચ્ચ અધિકારીઓની બદલી ક્યારે?

PC: firstpost.com

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીના સાનુકૂળ પરિણામો બાદ દિવાળીની રજાઓ પછી રાજ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની સામૂહિક બદલીઓ થવાની હતી પરંતુ હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અને બજેટ સત્ર આવતું હોવાથી તેમાં વિલંબ થયો છે. સરકારમાં મોટાપાયે બદલીઓ થવાની શક્યતા હવે બજેટ સત્ર દરમ્યાન માર્ચ-એપ્રિલ મહિનામાં દેખાઇ રહી છે.

સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે સામૂહિક બદલીઓમાં સચિવાલયમાં વિભાગોના વડા, જિલ્લા કલેક્ટર, ડીડીઓ, મ્યુનિસિપલ કમિશનર અને બોર્ડ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થતો હતો. જો કે ફેબ્રુઆરીના અંતમાં હાલના મુખ્યસચિવ અનિલ મુકિમનો એક્સટેન્શન સમય પૂર્ણ થતો હોઇ તેમના અનુગામીની સાથે પાંચ થી સાત ઉચ્ચ અધિકારીઓની બદલી ફેબ્રુઆરીના અંતમાં થાય તેવા અણસાર છે.

ગુજરાતમાં તાલુકા અને જિલ્લા પંચાયતો, નગરપાલિકા અને મહાનગરોની ચૂંટણી આ સપ્તાહમાં જાહેર થાય તેવી સંભાવના છે અને તેના કારણે આચારસંહિતા લાગુ થતાં આવશ્યક હોય તેવી જ બદલીઓ થઇ શકશે. આ ચૂંટણી પછી તુરત જ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય છે તેથી આ કામગીરીમાંથી હાલના અધિકારીઓને દૂર કરી શકાય તેમ નથી.

સચિવાલય અને જિલ્લા વહીવટી તંત્રમાં એવા ઉચ્ચ અધિકારીઓ ફરજ બજાવે છે કે જેમને એક જ જગ્યાએ ત્રણ વર્ષ કરતાં વધુ સમય થયો છે અને તેમની યાદી તૈયાર કરવામાં આવેલી છે. અનિવાર્ય હોય તેવી બદલીઓ ચૂંટણી તેમજ બજેટ સમયે થઇ શકશે, જ્યારે મોટાપાયે જે ફેરફારો થવાના છે તે માર્ચના અંતે કે એપ્રિલ મહિનામાં થાય તેવું માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp