ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર સોફ્ટ લેન્ડિંગ કેમ ન કરી શક્યું, સરકારે આપ્યો જવાબ

PC: sciencenews.org

સરકારે બુધવારે ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરના હાર્ડ લેન્ડિંગ સંબંધે દેશને જાણકારી આપી હતી. પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ચંદ્રયાન-2ની હાર્ડ લેન્ડિંગ થયું હતું કારણ કે, તેના અવરોહન સમય દરમિયાન વેગ નક્કી કરેલા પેરામીટર સાથે મેચ કરી શકાયું ન હતું. આ પહેલી વખત છે જ્યારે ચંદ્રયાન-2 વિશે સંસદમાં સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો હોય. આ પહેલા ઇસરોના અધિકારીઓ હાર્ડ લેન્ડિંગના કારણો આપતાં આવ્યાં છે.

સરકારમાં સ્પેસ વિભાગની જવાબદારી સંભાળતા જિતેન્દ્ર સિંહે કહ્યું કે પહેલા તબક્કામાં અવરોહન ચંદ્રથી 30થી 7.4 કિલોમીટરના અંતરે કરવામાં આવ્યું હતું. એ સમયે તેનો વેગ 1683 મીટર ઘટીને 146 મીટર પ્રતિ સેકન્ડ થયો હતો. તેમણે વધુ માહિતી આપતાં કહ્યું કે, અવરોહનના બીજા તબક્કા દરમિયાન ઘટાડો નક્કી કરેલા ડીઝાઇન વેલ્યુ કરતા પણ ઓછું હતું. આ જ કારણે વિક્રમ 500 મીૉરના અંતરે હાર્ડ લેન્ડ થયું હતું. જો કે મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ટેકનોલોજીના બાકી કમ્પોનેન્ટ, લોન્ચ, ઓર્બિટલ ક્રિટિકલ મનુવર, લેન્ડર સેપરેશન, ડી-બુસ્ટ અને રફ બ્રેકિંગ તબક્કા સફળતાપૂર્વક પાર પડાયા હતા.

ડો. જીતેન્દ્ર સિંહે આ મિશન વિશે સંસદને માહિતગાર કરતાં કહ્યું કે, ઓર્બિટરના બધાં જ આઠ સ્વદેશી વૈજ્ઞાનિક ઉપકરણ ડિઝાઇન પ્રમાણે કામ કરી રહ્યા છે અને ચંદ્રની સપાટી પરની માહિતી આપી રહ્યા છે. ચોક્કસ લોન્ચ અને ઓર્બિટરની કુશળતાના કારણે ઓર્બિટરની મિશન લાઇફ સાત વર્ષ વધી ગઇ છે.
ડો. જીતેન્દ્ર સિંહે આ જવાબ ગોંડાના સાંસદ કિર્તીવર્ધન સિંહના એક પ્રશ્નના જવાબમાં આપ્યો હતો. જો વિક્રમ લેન્ડર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળતા મેળવી ગયું હોત તો આવું કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો હોત અને સાથે દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પહેલો દેશ બની શક્યો હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp