દેશની મોટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીના કર્મચારીઓને 1 વર્ષથી પગાર નથી મળ્યો

PC: tosshub.com

વીડિયોકોનનો ઓરંગાબાદ પ્લાન્ટ લગભગ બંધ થવાના આરે પહોંચી ગયો છે. આ પ્લાન્ટના કર્મચારીઓને પાછલાં એક વર્ષથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. પગાર નહીં મળવાના લીધે કર્મચારી પોતાના ભવિષ્યને લઇને ઘણાં ચિંતિત છે. કર્મચારીઓના બાકી પગારને લઇને અનોખી રીતે વિરોધ પણ કરી ચૂક્યા છે. એક અહેવાલ અનુસાર, કંપનીના કર્મચારીઓને દિવાળીના સમયે ગલી ગલી ફરીને ભીખ માગી અને અને કંપનીના માલિક વેણુગોપાલ ધૂતને 721 રૂપિયા ગિફ્ટમાં મોકલ્યા હતા. વીડિયોકોન ગ્રુપ કર્મચારી યુનિયનના પ્રેસિડેન્ટ ગજાનન બંધુ ખંડારેએ કહ્યું કે અમે લોકોએ ભીખ માગીને કમાવેલા પૈસાનો એક ડિમાન્ડ ડ્રાફ્ટ તૈયાર કરીને તેને જિલ્લા કલેક્ટરને સોંપ્યો હતો.

ખંડારેનું કહેવું છે કે અમારા કર્મચારી પાછલા ત્રણ મહિનાથી હડતાળ પર છે. અમે લોકો પોતાના બાકી નીકળતાં પગારની માગ કરી રહ્યા છે પરંતુ મેનેજમેન્ટ પોતાની રીતે મજા માણી રહ્યા છે અને કર્મચારી ગરીબીમાં જીવન વિતાવવાં મજબુર બન્યા છે.

ઉલ્લેખનીય છે કે દેવાળું ફૂંકી ગયેલી કંપનીમાં હજી પણ 6000 જેટલા કર્મચારી છે જેમનું ભવિષ્ય હવે લટકી પડ્યું છે. એક અહેવાલ એવા પણ છે કે કર્મચારીઓ તરફથી લગભગ 103.5 કરોડ રૂપિયાનું રેઝોલ્યુશન પ્રોફેશનલનો દાવો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે નાણાકિય સંગઠનોએ પણ 59452 કરોડ રૂપિયાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય એ પણ છે કે વીડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂત કથિત રીતે આઇસીઆઇસીઆઇ બેંક સાથેના નાણાકિય છેતરપિંડી કેસમાં પણ આરોપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp