આ રાજ્યમાં બોર્ડના 4 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા જ ન આપી, 222 ચોરી કરતા પકડાયા

PC: youtube.com

બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓનું પ્રેશર હાઇ થઇ જતું હોય છે. પરીક્ષા ખરાબ જતા કે પરિણામ ખરાબ આવતા ઘણાં વિદ્યાર્થીઓ આત્મહત્યાનું આત્યંતિક પગલું ભરી લેતા હોય છે. ઉત્તર પ્રદેશમાં બોર્ડની પરીક્ષા અને ઇન્ટરમીડિયેટની પરીક્ષા છોડનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. 18 ફેબ્રુઆરીથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં અત્યાર સુધીમાં 4 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા છોડી ચુક્યા છે. છઠ્ઠા દિવસે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર પરીક્ષા છોડનારા વિદ્યાર્થીઓની સંખ્યા 4,22,205 થઇ ગઇ છે. તો અત્યાર સુધીમાં પરીક્ષામાં કોપી કરતા 222 વિદ્યાર્થીઓ પકડાઇ ચુક્યા છે જ્યારે તે સંબંધિત 95 લોકો વિરુદ્વ FIR દાખલ કરાવવામાં આવી છે.

મંગળવારે હાઇસ્કૂલના 5,378 અને ઇન્ટરમીડિયેટના 163 વિદ્યાર્થીઓએ પરીક્ષા છોડી હતી. બંને ક્લાસની પરીક્ષાઓમાં 39 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાઇ ગયા હતા, જ્યારે 18 વિરુદ્વ FIR દાખલ કરાવવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, આ વખતની બોર્ડની પરીક્ષામાં 56 લાખ 7 હજાર 118 પરીક્ષાર્થીઓ સામેલ થઇ રહ્યાં હતાં. આ વખતે પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોપી કરતા રોકવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓને કોપી કરતા રોકવા બધા જ પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરા વોઇસ રેકોર્ડર સાથે મુકવામાં આવ્યા છે. લખનૌમાં બનાવવામાં આવેલા કંટ્રોલ રૂમથી પરીક્ષા કેન્દ્રોનું સંચાનલ થઇ રહ્યું છે. પરીક્ષામાં કડકાઇને લઇને આ વખતે નોંધણી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આંકડાઓ અનુસાર જોવા જઇએ તો ગયા વર્ષની ગણતરીમાં, આ વર્ષે 10માં ધોરણની પરીક્ષા માટે નોંધણી કરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 1,69,980નો ઘટાડો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp