કોરોના વાયરસનો ડર, રાજપીપળામાં બે કેદીઓએ જેલમાંથી બહાર ન જવા જજને અપીલ કરી

PC: news18.com

દેશમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતાં દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે તમામ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ સુપ્રીમ કોર્ટ આદેશથી સાત વર્ષ કે તેના કરતાં ઓછી સજાના કેદીઓને સેસન્સ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. ત્યારે કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં લઈને રાજપીપળાના બે કેદીઓએ જેલમાંથી બહાર જવાની ના પાડી હતી. કેદીઓને જેલમાંથી છોડવાનો આદેશ હોવા છ્તા પણ કેદીઓએ જજ પાસે જેલમાંથી બહાર ન જવાની અપીલ કરી હતી.

રિપોર્ટ અનુસાર રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશમાં જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓને જામીન પર છોડવામાં આવ્યા છે. રાજપીપળાની જેલમાં પણ કેદીઓને જામીન પર છોડવામાં આવ્યા છે ત્યારે કોરોના વાયરસના પગલે જેલમાં સજા કાપી રહેલા બે કેદીઓએ જેલમાંથી પોતાના ઘરે ન જવાની અને જેલમાં રહેવા દેવા માટેની અપીલ કરી હતી. કેદીઓની અપીલને જજે માન્ય રાખીને બંનેને જેલમાં રહેવા દેવા માટેની મંજૂરી આપવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર સુપ્રિમ કોર્ટની પાવર કમિટીની સૂચના મુજબ રાજપીપળાની જેલમાં સજા કાપી રહેલા 177 કેદીઓમાંથી 22 કેદીઓને જામીન મુક્ત કરવા માટે કોર્ટમાં જજની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, તે સમયે 22માંથી બે કેદીઓએ જેલમાંથી બહાર ન જવાનું કહ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, કોરોના વાયરસના કારણે આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. તંત્ર દ્વારા વિદેશ પ્રવાસ કરીને આવેલા લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર કામ વગર નહીં નીકળવાની મનાઈ કરવામાં આવી છે છતાં પણ લોકો કામ વગર ઘરની બહાર નીકળી રહ્યા છે તેમની સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp