ડુંગળી સડી જશે પણ પ્રજાને રાહત નહીં, સરકારી ગોડાઉનમાં 25000 ટન ડુંગળી બગડી ગઈ

PC: DNAindia.com

આપણા દેશમાં અત્યારે સામાન્ય માણસ રૂ.70થી લઈને રૂ.100 સુધીની કિંમતમાં ડુંગળી ખરીદી રહ્યો છે. ડુંગળીના ભાવ વધારાના આંસુ પર સરકારી એજન્સી નેશનલ એગ્રીકલ્ચર કોઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. સરકારી ગોદામમાં કુલ 25 હજાર ટન ડુંગળી સડી ગઈ છે. દેશના કરોડો લોકોને જે ડુંગળી રાહત ભાવે આપી શકાય એવી હતી એ હવે બગડી ગઈ છે.

સરકારી એજન્સીના ગોદામમાં ડુંગળી સડી ગઈ છે. જે મુદ્દે આ વિભાગ સંબંધી અધિકારી કહે છે કે, આ સામાન્ય વાત છે. આ મુદ્દે એક ગૃહિણીએ જણાવ્યું હતુ કે જે રીતે ડુંગળી કાપતી વખતે જે રીતે આંખમાંથી આંસુ નીકળે છે એમ અત્યારે એના ભાવ જોઈને રડવું આવે છે. અગાઉ જે ડુંગળી રૂ.30ની કિલો મળતી હતી. એ કિંમત અત્યારે રૂ.100 સુધી પહોંચી ગઈ છે. દિલ્હીમાં ડુંગળીના ભાવ રૂ.80 સુધી પહોંચી જતા અનેક સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાયું છે. કારણ કે, ડુંગળી એક પ્રાથમિક જરૂરિયાત છે. અનેક સામાન્ય પરિવારની મજબૂરીના આંસુ ભાવને લઈને જોવા મળ્યા છે. આશરે 2 કરોડ 50 લાખ કિલો ડુંગળી સડી ગઈ.જે ઓછી કિંમતે વેચી શકાય એમ હતી. સરકારી એજન્સી નેફેડના ગોદામના મુખ્ય અધિકારી અશોક ઠાકુર કહે છે કે, નેફેડના ગોદામમાં ડુંગળી સળવાનો કોઈ પ્રશ્ન જ નથી. ડુંગળી એક એવી કોમોડિટી છે જે ઝડપથી સડી જાય છે. જે પડી રહે તો કંઈકને કંઈક રીતે એમાં નુકસાની થઈ જાય છે. જે સંસ્થા પર દેશની ખાદ્ય સુરક્ષાની જવાબદારી છે એના જ ગોદામમાંથી આવી બેદરકારી સામે આવી છે. જ્યાં 25 હજાર ટન ખાવા લાયક ડુંગળી બગડી ગઈ. જે સંસ્થા અનાજથી લઈને ડુંગળી સુધીની કોમોડિટીના ભાવ ન વધે એ જોવાનું કામ કરે છે ત્યાંથી હજારો ટન ડુંગળી બગડી ગઈ. જ્યાં સામાન્ય માણસ ડુંગળી ખરીદી શકતો નથી એવા માહોલ આટલા ટન ડુંગળી બગડી જવી અનેક વિભાગ અને અધિકારીઓ સામે મોટા પ્રશ્નો ઊભા કરે છે.

અશોક ઠાકુરે જણાવ્યું કે, આ કોઈ એવો મોટો કે અસાધારણ મુદ્દો નથી. ડુંગળી છે તો બગડી જાય. જેને કોઈ અસામાન્ય રીતે લેવાની જરૂર નથી. ડુંગળી સળવી એ કોઈ અસામાન્ય ઘટના નથી. જે ડુંગળી સસ્તા ભાવે વેચી શકાય એમ હતી એ હવે પશુઓનું ભોજન બની ગઈ છે. નાફેડના અધિકારીને આ વાત સામાન્ય લાગે છે પણ પ્રજા માટે આ મુદ્દો અસાધારણ અને અસામાન્ય બંને છે. જ્યારે દેશની પ્રજા ડુંગળી લેવાનું ટાળી રહી છે. શાકભાજી લેવા આવતા એક વ્યક્તિએ ત્યાં સુધી કહ્યું કે, સરકારે આ ભાવને અકુંશમાં લેવા જોઈએ. પણ કંઈ થતું નથી. સરકારે 1 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક એકઠો કરી લીધો હતો. એટલે જ્યારે માર્કેટમાં ડુંગળી મોંઘી થાય ત્યારે આ સ્ટોકમાંથી સસ્તા દરે ડુંગળી આપી શકાય. જેમાંથી 25 હજાર ટન ડુંગળીનો સ્ટોક તો સડી ગયો. આવી એજન્સીઓનો શું ફાયદો જે સ્ટોક હોવા છતા સચાવી ન શકે અને કિંમત ઓછી ન કરાવી શકે? સુપ્રીમ કોર્ટે અગાઉ ટકોર કરી હતી કે, સરકારી ગોદામમાં સ્ટોક સડી જાય એના કરતા લોકોને કામ આવે એ રીતે સસ્તા દરે અથવા મફતમાં વેચી દેવો જોઈએ. પણ સુપ્રીમ કોર્ટની આ વાત સરકારી એજન્સીએ ગંભીરતાથી લીધી નહીં. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp