સુરતમાં ભાટિયા ટોલનાકે ટોલમુક્તિ નહીં મળે તો પ્રદર્શનકારીઓ જાણો શું કરશે

PC: google.com

કામરેજના લોકોની જેમ ભાટિયા ટોલનાકા પર સ્થાનિક લોકોને ટોલટેક્સમાંથી મુક્તિ મળે તે માટે ભાટીયા ટોલનાકા સંઘર્ષ સમિતિની 25 ફેબ્રુઆરી મંગળવારના રોજ ખજોદ ગામમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લાડ, માધર, સીથાણ, કમરોલી, નરથાણ, ઓભલા-કાછબગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ખજોદ ગામના પૂર્વ સરપંચ હીરા પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, કામરેજની જેમ ભાટીયા ટોલનાકા પર સ્થાનિકોને ટોલટેક્સમાં મુક્તિ મળવી જોઈએ. આ બાબતે છેલ્લા 15 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે છતાં પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ચર્ચા અંતે નિર્ણય લેવામાં આવ્યો હતી કે, આગામી દિવસોમાં સુરત શહેર અને જિલ્લાના ધારાસભ્ય અને સાંસદની ઓફિસ સામે ધરણા અને ઉપવાસના કાર્યક્રમ કરવામાં આવશે.

મહત્ત્વની વાત છે કે, ભાટીયા ટોલનાકા સંઘર્ષ સમિતિનાં આંદોલનને દેલાડ, માધર, સીથાણ, કમરોલી, નરથાણ, ઓભલા-કાછબ, કીમામલિ, ધોરણપારડી, અબ્રામા, અંત્રોલી-થારોલી, વેલંજા, માંકણા, વલથાણ, હળદવા, મહુવરીયા, વાસકુઇ, પથરોણ અને બામણીયા સહીતની 34 જેટલી ગ્રામ પંચાયતનું સમર્થન મળ્યું છે.

આ બાબતે પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશ કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે, હાઈ-વે ઓથોરીટીની બેદરકારીના કારણે હાઈ-વે પર થતા અકસ્માતના કારણે ઘણા લોકોએ પોતના સ્વજનો ગુમાવ્યા છે. એક જ જિલ્લામાં આવેલા ટોલનાકા પર બે ધારી નીતિ ચલાવી લેવામાં આવે નહીં.

ઉલ્લેખનીય છે કે, ભાટિયા ટોલનાક પર ટોલટેક્સમાંથી મુક્તિ માટે 11 ફેબ્રુઆરીના રોજ પલસાણાના ઇટાળવા ગામે  સંઘર્ષ સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. આ સંઘર્ષ સમિતિમાં અગલ-અલગ ગામના સભ્યો, સુગર કંપનીના ડિરેક્ટર, સામાજિક આવેનો અને અલગ-અલગ ટ્રસ્ટના કુલ મળીને 21 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp