કપિલે દેવે તૈયાર કરી પોતાની ODI ટીમ, કહ્યું- આ ખેલાડીઓ રહેશે પણ ધોની તો....

PC: iwmbuzz.com

ઈન્ડિયન ક્રિકેટની દુનિયામાં કપિલ દેવ અને મહેન્દ્રસિંહ ધોની બંને એવા કેપ્ટન છે જેણે ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી છે. વર્ષ 1983માં કપિલ દેવે ટીમ ઈન્ડિયાને વિશ્વકપ અપાવ્યો હતો. જ્યારે મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ 2007 T20 અને 2011 વિશ્વકપ જીતી છે. સિનિયર ખેલાડી કપિલ દેવ અગાઉ પણ અનેક વખત કેપ્ટન કુલ ધોનીના વખાણ કરી ચૂક્યા છે.

તાજેતરમાં નેહા ધૂપિયાના શૉ 'નો ફિલ્ટર વિથ નેહા'માં આવેલા કપિલ દેવે કહ્યું હતું કે, ધોની એક એવો ખેલાડી છે જેનું સ્થાન કોઈ લઈ શકે એમ નથી. જ્યારે કપિલને કપિલ દેવ xiની પસંદ કરવા માટે કહ્યું ત્યારે તેમણે કહ્યું કે, ટેસ્ટમેચ અલગ હોય છે અને વન ડે ક્રિકેટ મેચ અલગ હોય છે. જો મારે વન ડે માટે 11 ખેલાડીઓની ટીમ પસંદ કરવાની હોય તો હું સચીન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, વિરાટ કોહલીને પસંદ કરીશ. રાહુલ દ્રવિડ અને યુવરાજસિંહ પણ મારી ટીમના સભ્યો હશે.પણ વિકેટકિપર તો ધોની જ રહેશે. એની જગ્યા કોઈ લઈ શકે એમ નથી. આ સિવાય ઝહિર ખાન, શ્રીસંત અને જસપ્રીત બુમરાહે બેસ્ટ પર્ફોમ કર્યું છે. જ્યારે અનિલ કુંબલે અને હરભજનસિંહ ઓલ ટાઈમ ગ્રેટ સ્પીનર્સ છે. આ ખેલાડીઓના નામ અત્યારે મારા દિમાગમાં છે. ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. હાલ તે માત્ર IPL સીઝનમાં રમી રહ્યો છે. તાજેતરની સીઝનમાં જ તેણે એવી સ્પષ્ટતા કરી હતી કે, આ IPL મારી અંતિમ સીઝન નથી.

'નો ફિલ્ટર વિથ નેહા'માં અત્યાર સુધીમાં ઘણા કલાકારો આવી ચૂક્યા છે. આ વર્ષે લોકડાઉનના સમયમાં આ જ શૉની પાંચમી સીઝન શરૂ થઈ હતી. આ શૉમાં નેહા બધાના ઓનલાઈન ઈન્ટરવ્યૂ કરે છે અને વાર્તાલાપ કરે છે. આ શૉ અંગે તેણે કહ્યું હતું કે, ચોથી સીઝન સારી ગયા બાદ હવે પાંચની સીઝન ચાલી રહી છે. આ અંગેના કેટલાક વીડિયો પણ નેહા સમયાંતરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. 'નો ફિલ્ટર વિથ નેહા' હાઈએસ્ટ સ્ટ્રીમ સેલિબ્રિટી પોડકાસ્ટ છે. આ પહેલા જ્યારે એક્ટર પંકજ ત્રિપાઠીએ નેહા સાથે વાર્તાલાપ કર્યો હતો ત્યારે આ શૉ સૌથી વધારે ચર્ચામાં રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp