રાજ્યસભામાં બદલાયો માર્શલનો ડ્રેસ, હવે સેના જેવો યૂનિફોર્મ પહેરશે

PC: intoday.in

સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થઈ ગયું છે. રાજ્યસભાનું આ 250મું સત્ર છે. આ અવસરે રાજ્યસભામાં નવો ફેરફાર જોવા મળ્યો.

માર્શલની ડ્રેસ બદલાઈ ગઈઃ

જ્યારે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડૂ જ્યારે સદનમાં આવ્યા તો તેમની સાથે જે માર્શલ ઉભા હોય છે તેમની વેશભૂષા બદલાયેલી હતી.

પહેલા સફેદ રંગનો યૂનિફોર્મ હતોઃ

સંસદના માર્શલોનો પહેલા સફેદ રંગનો યૂનિફોર્મ હતો. જે હવે બદલીને સેનાના અધિકારીઓ જેવો કરી દેવામાં આવ્યો છે.

રાજ્યસભામાં તેમને જોઈને બધાં જ ચોંક્યાઃ

જેવી જ સદનની કાર્યવાહી શરૂ થઈ, વેંકૈયા નાયડૂની સાથે માર્શલ સદનમાં આવ્યા તો ત્યાં મોજૂદ દરેક સાંસદ પણ હેરાનીમાં મૂકાઈ ગયા હતાં. તેમની સાથે ઉભા રહેલા માર્શલ નવા ડ્રેસમાં દેખાઈ રહ્યા હતાં.

સેના જેવો યૂનિફોર્મઃ

સંસદના માર્શલોની ડ્રેસ સેનાના અધિકારીઓ જેવી છે. તેમનો રંગ પણ બદલાયેલો છે. તેનો રંગ ઓલિવ ગ્રીન છે. તેમને હવે પાધડીની જગ્યાએ કેપ પહેરવાની રહેશે.

રાજ્યસભાનું 250મું સત્રઃ

રાજ્યસભાનું આ 250મું સત્ર હતું. સદનમાં 245 સભ્યો છે. જેનું ગઠન 1952માં થયું હતું. 26 નવેમ્બરના રોજ બંધારણને 70 વર્ષ પૂરા થઈ જશે. તે અવસરે સંયુક્ત સત્ર બોલાવાયું છે.

PM મોદીએ સહયોગની કરી અપીલઃ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિયાળુ સત્ર પહેલા દરેક પાર્ટીને સહયોગની અપીલ કરી હતી. 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ છે. ભારતના બંધારણને 70 વર્ષ પૂરા થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp