આ કારણે ખાનગી હોસ્પિટલોએ કોરોનાના દર્દીઓને ડિસ્ચાર્જ માટે નિયમો જાહેર કરવા પડ્યા

PC: divyabhaskar

ખાનગી હોસ્પિટલ એસો.ને કોરોનાના દર્દીઓના ડિસ્ચાર્જ માટે ચોક્કસ નિયમ જાહેર કર્યા છે. કોરોનાના દર્દીઓ સાજા થઈ ગયા હોવા છતાં તેઓ ડિસ્ચાર્જ લેવા માગતા નથી. જેના કારણે જે તે બેડ જરૂરિયાતવાળા દર્દીને મળતી નથી. નવા દર્દીઓને સમયસર સારવાર મળી રહે અને પથારીની અછત ઊભી ન થાય એ માટે ખાનગી હોસ્પિટલ એસો.ને કેટલાક નિયમો તૈયાર કર્યા છે.

જે નિયમોને આધીન થઈને દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવશે. છેલ્લા 48 કલાકથી દર્દીને તાવ ન હોવો જોઈએ. છેલ્લા 24 કલાક દરમિયાન બ્લડ પ્રેશર અને પલ્સરેટ નોર્મલ હોવા જોઈએ. 48 કલાક પહેલા દર્દી ઑક્સિજન પર હોવો જોઈએ. આ ત્રણ નિયમો અનુસાર દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવશે. જ્યારે ટ્રાંસફર કરવા માટે પણ નિયમ તૈયાર કરવામાં આવ્યા છે. જો ક્રિટિકલ મેડિકલ સાધનોની પ્રાપ્યતા ન હોય તો બાઈપેપ, વેન્ટિલેટર અથવા વેન્ટિલેટર બાયપેપ કામ ન કરતું હોય તો, જો દર્દીની ECMO કે CRRTથી ટ્રિટમેન્ટ કરવાની હોય પણ તે પ્રાપ્ય ન હોય તો ટ્રાંસફર કરવામાં આવશે. આ સિવાય કોઈ ઘટના બને તો જેમ કે, આગ. આ ઉપરાંત કોરોના વાયરસ ગ્રસ્ત દર્દીની સારવાર કરનાર વ્યક્તિ ક્લિનિસિયન કોઈ અગમ્ય કારણસર સારવાર આપી શકે એમ ન હોય ત્યારે તે દર્દીને ટ્રાંસફર કરવામાં આવશે. આ સિવાય દર્દીની સારવાર દરમિયાન કોઈ મેડિકલ ડિવાઈસ કામ કરતું ન હોય ત્યારે એની ટ્રાંસફર કરવામાં આવશે. જો સરકાર કોવિડ કેર ફેસેલિટી પાસેથી કોઈ કારણોસર સારકાર કરવાની સત્તા છીનવી લે ત્યારે દર્દીને ટ્રાંસફર અપાશે.

જો મલ્ટિસ્પેશ્યલ હોસ્પિટલ હોય તે સારી રીતે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી શકતી હોય તો છતાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલું ન હોય અથવા ચાલુ સારવાર બંધ કરી હોય ત્યારે એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં સારવાર કરી શકાશે નહીં. કોરોના વાયરસના વધતા જતા કેસને લઈને ખાનગી હોસ્પિટલે આ પ્રકારના નિયમ તૈયાર કર્યા છે. જેથી અતિ ગંભીર સ્થિતિવાળા દર્દીઓને તાત્કાલિક સારવાર આપી શકાય. જ્યારે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓએ પણ પૂરતી તકેદારી રાખવી પડશે. કોરોના વાયરસના વધતા જતા કેસને લઈને ખાનગી હોસ્પિટલે વધુ પથારીની વ્યવસ્થા કરવાના બદલે મર્યાદિત સંખ્યામાં એડમિશન લેવા આ પ્રકારની યુક્તિ અપનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp