જીવના જોખમે આ ગર્ભવતી શ્વાને બચાવ્યો 4 લોકોનો જીવ

PC: aajtak.in

માણસ અને કુતરા વચ્ચેનો સંબંધ વર્ષોથી ચાલી આવે છે. આજકાલ લોકો તેમના કમ્પેનીયન તરીકે પાળતુ પ્રાણીઓને રાખવાનું પસંદ કરી રહ્યા છે. તેની સાથે તે વ્યક્તિ માટે સ્ટ્રેસ બસ્ટર પણ સાબિત થઈ રહ્યા છે. આપણે પણ એવી ઘણી બધી ઘટનાઓ અંગે ચોક્કસથી સાંભળ્યું હશે જ્યાં કુતરાની વફાદારી અથવા ત્વરીત પગલાઓને લીધે અનેક લોકોની જીવ બચી ગયો હશે. કુતરાને માણસોના સૌથી વફાદાર જીવવર અથવા દોસ્ત કેમ માનવામાં આવે છે તે ફરીથી એક વખત સાબિત થઈ ગયું છે. રશિયામાં એક ગર્ભવતી કૂતરીએ પોતાના જીવની પરવાહ કર્યા વગર ચાર લોકોનો જીવ બચાવ્યો છે. પરંતુ તેના પછી તે પોતે આગની લપેટમાં આવી ગઈ હતી.

સ્થાનિક મીડિયાના કહેવા પ્રમાણે, રશિયામાં એક ગર્ભવતી કૂતરીએ રશિયાના એક પ્રાઈવેટ ધર્મશાળા કેન્દ્રમાં વિસ્ફોટ પછી ચાર વૃદ્ધોને બચાવવામાં મદદ કરી હતી. પરંતુ આ ઘટના પછી ઘણી હદ સુધી સળગી ગઈ હતી. હવે આ કૂતરીના ચિકિત્સા ઉપચારમાં મદદ કરવા માટે પૈસા ભેગા કરવા શહેરભરમાં લોકો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને જેમાં લોકોનું ઘણું સમર્થન અને ડોનેશન પણ મળી રહ્યું છે. રશિયાના સેન્ટ પીટસબર્ગની પાસે લેનિનાગ્રાદ વિસ્તારમાં એક પ્રાઈવેટ ધર્મશાળા કેન્દ્રમાં આગ લાગી હતી. મટીલ્ડા નામની આ કૂતરી આગ લાગવાને લીધે ચાર વૃદ્ધ લોકોને સતર્ક કરવા માટે જોર જોરી ભસી રહી હતી. સતત ભસતા રહેવાન લીધે ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડને સળગતા લાકડાની નીચે વૃદ્ધો ફસાયા હોવાની જાણકારી મળી હતી. જે બિલ્ડીંગમાં આગ લાગી હતી, તેમાંથી વૃદ્ધોને સહી સલામત બહાર કાઢી પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

તે લોકોને મટીલ્ડાના તરત પ્રતિક્રિયા કરવાને લીધે બચાવવામાં આવ્યા હતા પરંતુ ફાયર બ્રિગેડની ટીમ ભૂલથી મટીલ્ડાને ત્યાં જ ભૂલી ગઈ હતી, જેના લીધે સળગતા લાકડાની ટુકડાને લીધે તેના શરીર પર પણ આગ લાગતા તે દાઝી ગઈ હતી. જે પછી લોકોને તેનો ખ્યાલ આવ્યો અને તેને દાઝેલી અવસ્થામાં ત્યાંથી કાઢીવામાં આવી અને જીવવરોની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ હાલમાં તેની સારવાર કરવામાં આવી રહી છે. તેની સારવાર માટે ફંડ પણ ભેગુ કરવામાં આવ્યું હતું અને હાલમાં તે પહેલા કરતા સારી સ્થિતિમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp