પ્રધાનમંત્રી 26 નવેમ્બરે RE-Invest 2020નું ઉદ્ઘાટન કરશે

PC: twitter.com/REInvestIndia

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 નવેમ્બર 2020ના રોજ સાંજે 5:30 કલાકે વર્ચ્યુઅલ ત્રીજી વૈશ્વિક નવીનીકરણીય ઉર્જા રોકાણ સભા અને એક્સ્પો (RE-Invest 2020) નું ઉદ્ઘાટન કરશે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું આયોજન 26 - 28 નવેમ્બર 2020 સુધી કરવામાં આવશે.

RE-Invest 2020 માટેની થીમ ‘ટકાઉક્ષમ ઉર્જાના ટ્રાન્ઝિશન માટે નવીનતા’ છે. તેમાં નવીનીકરણીય અને ભાવિ ઉર્જા પસંદગીઓ પર 3-દિવસીય પરિષદ અને ઉત્પાદકો, વિકાસકર્તાઓ, રોકાણકારો અને નવીનતાઓના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 75થી વધુ આંતરરાષ્ટ્રીય મંત્રીમંડળ, 1000થી વધુ વૈશ્વિક ઉદ્યોગપતિઓ અને 50,000 પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાની સંભાવના છે. જેનો હેતુ નવીનીકરણીય ઉર્જાના વિકાસ અને જમાવટ માટેના વિશ્વવ્યાપી પ્રયત્નોને વેગ આપવો અને વૈશ્વિક રોકાણ સમુદાયને ભારતીય ઉર્જાના હિસ્સેદારો સાથે જોડવાનો છે. આ પેહલા 2015 અને 2018માં યોજાયેલી પ્રથમ બે આવૃત્તિઓની સફળતાને ધ્યાનમાં રાખીને અને નવીનીકરણીય ઉર્જામાં રોકાણના પ્રમોશન માટે આંતરરાષ્ટ્રીય મંચ પૂરા પાડવાનો હેતુ પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp