PM 80મી ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના સમાપન સત્રને સંબોધિત કરશે

PC: PIB

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 નવેમ્બરના રોજ બપોરે 12:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા 80મી ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના સમાપન સત્રને સંબોધિત કરશે. ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની શરૂઆત 1921માં થઈ હતી. આ વર્ષ પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના શતાબ્દી વર્ષ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યું છે. શતાબ્દી વર્ષ નિમિત્તે 25-26 નવેમ્બરના રોજ ગુજરાતના કેવડિયામાં બે દિવસીય સંમેલન યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષની કોન્ફરન્સ માટેની થીમ છે: “સબળ લોકશાહી માટે વિધાયિકા- કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાના આદર્શનો સમન્વય.”

આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન 25 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ કરશે. કોન્ફરન્સમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુ, લોકસભાના અધ્યક્ષ અને સંમેલનના અધ્યક્ષ ઓમ બિરલા, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp