જ્યારે ટ્રમ્પ ભારતમાં હતા ત્યારે પાકિસ્તાની ગૂગલ પર શોધતા રહ્યા કે તે શું બોલ્યા

PC: youtube.com

ભારતના બે ભાગલા પડ્યા ત્યારથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યો માહોલ રહે છે. એવામાં જો કોઇ વિદેશી નેતા આવે ત્યારે પાકિસ્તાનની બેચેની વધી જતી હોય છે. ખાસ કરીને જ્યારે મહાસત્તાધારી દેશના રાષ્ટ્રપ્રમુખો ભારત આવે ત્યારે. આ વખતે પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવ્યા ત્યારે પાકિસ્તાન તેમના પ્રવાસ પર બાજ નજર રાખીને બેઠું હતું. ત્યાંના લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પર ઘણાં સર્ચ કર્યા. ગુગલ ટ્રેન્ડ્સના આંકડાઓ અનુસાર, પાડોશી દેશ પાકિસ્તાનમાં 24 ફેબ્રુઆરીની સવારથી જ ટ્રમ્પને લઇને સર્ચિંગ વધી ગઇ હતી. 23 ફેબ્રુઆરી સુધી પાકિસ્તાનમાં ડોનાલ્ડ ટ્રપ્મની સર્ચિંગ 20-25 પોઇન્ટ સુધી હતી, પરંતુ બીજા જ દિવસે એટલે કે 24 ફેબ્રુઆરીએ ટ્રમ્પને લઇને સર્ચિંગ વધીને 100 પોઇન્ટ સુધી પહોંચી ગઇ હતી.

તમને જણાવી દઇએ કે, ગુગલ ટ્રેન્ડ્સ પર પોઇન્ટના હિસાબે કોઇ પણ શબ્દની લોકપ્રિયતા જાણી શકાય છે. પોઇન્ટ જેટલા વધારે હોય છે તે વસ્તુની કે શબ્દની એટલી વધારે લોકપ્રિયતા માનવામાં આવે છે. ટ્રમ્પે ભારતના પ્રવાસ દરમિયાન પાકિસ્તાનના લોકો અને પાકિસ્તાન બાબતે શું કહ્યું? દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કયું છે? જેવી બાબતો સર્ચ કરી હતી. પાકિસ્તાનના આદિવાસી વિસ્તારમાં ટ્ર્મ્પને લઇને સૌથી વધારે સર્ચિંગ થઇ હતી. ત્યાં સર્ચિંગ 100 પોઇન્ટ રહી હતી. 94 પોઇન્ટ સાથે ઇસ્લામાબાદ બીજા અને 90 પોઇન્ટ સાથે ગિલગિટ-બાલ્ટિસ્તાન ત્રીજા નંબરે રહ્યું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ, ભારતના સફળ પ્રવાસ પછી દિલ્હી સ્થિત પાલમ એરપોર્ટથી અમેરિકા જવા રવાના થયા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ સોમવારે ભારત પહોંચ્યા હતાં, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગુજરાતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં બંને નેતાઓએ હાજર રહેલા લાખો લોકોને સંબોધિત કર્યા હતા. બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ પરિવાર સાથે આગરા સ્થિત તાજ મહેલને જોવા પણ ગયા હતા. આગરામાં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. અહીં ટ્રમ્પે કલાકો સુધી તાજ મહેલની સુંદરતા નિહાળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp