પાક.માં ટામેટાના ભાવ આસમાને પહોંચતા દુલ્હને પહેર્યા ટામેટાના ઘરેણા, વીડિયો વાયરલ

PC: ndtvimg.com

પાકિસ્તાનમાં મોંઘવારીના મારને કારણે ત્યાંની પ્રજાના હાલ બેહાલ થઈ ગયા છે. શાકભાજી એટલા મોંઘા થઈ ગયા છે કે સામાન્ય લોકો માટે જીવવું મુશ્કેલ બન્યું છે. પાકિસ્તાનમાં ટામેટાના ભાવ 400 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે. ટામેટાના વધી ગયેલા ભાવની અસર હવે લગ્નો પર પણ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર હાલ એક પાકિસ્તાની દુલ્હનનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુલ્હન લગ્ન માટે તૈયાર થઈ છે અને સ્ટેજ પર બેઠી છે, પરંતુ તેમાં ખાસ વાત એ છે કે, દુલ્હને સોના-ચાંદીના દાગીનાને બદલે ટામેટાના ઘરેણા પહેર્યા છે. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની મજાક ઉડાવવામાં આવી રહી છે.

આ વીડિયો પાકિસ્તાની પત્રકાર નૈલા ઈનાયતે પણ ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં એક વેબ ચેનલનો જર્નાલિસ્ટ પાકિસ્તાની દુલ્હનનો ઈન્ટરવ્યૂ લઈ રહ્યો છે. તેમાં દેખાઈ રહ્યું છે કે, દુલ્હન ટામેટાનો હાર, બંગડીને બદલે ટામેટા, બુટ્ટીને બદલે ટામેટા અને ત્યાં સુધી કે તેણે ટામેટાનો જ ટીકો પણ પહેર્યો છે.

દુલ્હનને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેણે સોના-ચાંદીને બદલે ટામેટાના ઘરેણા શા માટે પહેર્યા. તો તેના જવાબમાં તેણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં સોનાના ભાવ ખૂબ જ વધી ગયા છે. આ સાથે જ ટામેટા અને પાઈન નટ્સના ભાવ પણ ખૂબ જ વધી ગયા છે. આથી તેણે સોનાના દાગીનાઓને બદલે ટામેટાના દાગીના પહેર્યા હતા.

એટલું જ નહીં, જ્યારે તેને સવાલ કરવામાં આવ્યો કે, તેને ગિફ્ટમાં શું મળ્યું છે, તો તેણે કહ્યું હતું કે, મને ગિફ્ટમાં ટામેટા અને પાઈન નટ્સ મળ્યા છે. તેને પિયરમાંથી દહેજ તરીકે 3 પેટી ટામેટા મળ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp