સુરતમાં કરોડોના ખર્ચે બની રહેલા મેયરના બંગલા પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

PC: youtube.com

સુરતમાં મેયરનો નવો બંગલો હવે વિવાદમાં આવ્યો છે. કોંગ્રેસે મેયરના બંગલામાં કરવામાં આવતા કરોડોના ખર્ચને લઇને અનેક સવાલો ઉઠાવ્યા છે. આ સાથે પ્રજાના પૈસાનો દુર ઉપયોગ શાસક પક્ષ દ્વારા કરવામાં આવતો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ બંગલો બનાવવા માટે SMC દ્વારા ઉધના મગદલ્લા રોડ પર આવેલી SMCની એક ખાલી પડેલી જગ્યાની પસંદગી કરવામાં આવી હતી અને ત્યાં બંગલાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ બંગલાનું કન્ટ્રકશન કાર્ય પૂર્ણ થવાના આરે છે અને થોડા દિવસોની અંદર બંગલાની અંદરનું ઇન્ટીરીયરનું કામ પણ શરૂ કરવામાં આવશે.

આ બાબતે કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાઈકલવાલાએ જણાવ્યું હતું કે, એ જગ્યા સુરત મહાનગરપાલિકા લોકહિત માટે કે, અન્ય કોઈ કામ માટે પણ ઉપયોગ કરી શકત પરંતુ ત્યાં બંગલો બનાવવામાં આવી રહ્યો છે. બંગલાનો કન્ટ્રકશન ખર્ચ 3.5 કરોડ રૂપિયાની આસપાસ છે અને બંગલાના ઇન્ટીરીયરનો ખર્ચ અંદાજીત દોઢ કરોડ રૂપિયાની આસપાસ છે. એટલે પાંચ કરોડનો ખર્ચ ખાલી બંગલામાં કરવામાં આવી રહ્યો છે. લોકોના પૈસાના કારણે જ સુરત મહાનગરપાલિકા છે અને લોકો પૈસાથી જે વેરો આવે છે, તેનાથી આખું તંત્ર ચાલે છે પરંતુ આ શાસકોને ભગવાન ક્યારે સદબુદ્ધિ અને સદભાવના આપશે એતો આવનારા સમયમાં જ જોવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં હજુ પણ એવા કેટલા વિસ્તારો છે કે, જ્યાં રસ્તાની હાલત એક દમ બિસ્માર છે. ત્યારે SMCએ બંગાલામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવાના બદલે SMCની તિજોરીમાં રહેલા નાણાનો પ્રજાના કર્યોમાં ઉપયોગ કરવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp