અર્થવ્યવસ્થા મુદ્દે ટિપ્પણી કરનારા પતિને નિર્મલા સીતારમને આપ્યો આ જવાબ

PC: thehindu.com

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનના પતિ પરાકલા પ્રભાકરે સ્વીકાર કરેલું કે, અર્થવ્યવસ્થાની હાલત ખરાબ છે. તેમણે કહેલું કે, તેને સુધારવા માટે સરકારે પકડ પગલા ઉઠાવવા જોઈએ.

પતિના નિવેદન પર હવે નાણામંત્રી નિર્મલા સીતારમને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સરકારે 5 વર્ષોમાં GST, આધાર અને ઉજ્જવલા જેવા પગલાઓ ભર્યા છે.

આ પહેલા પરાકલા પ્રભાકરે કહેલું કે, સરકાર સંકટની નિપટવા માટે કોઈ રોડમેપ રજૂ કરી શકી નથી. પ્રભાકર હૈદરાબાદની એક ખાનગી કંપની રાઈટ ફોલિયોના મેનેજિંગ ડાયરેક્ટર છે.

તેમણે કહ્યું છે કે, ભારતીય અર્થવ્યવસ્થાની હાલત ખરાબ છે. સરકાર ભલે આ વાતનો સ્વીકાર ન કરે, પણ જે આંકડા સામે આવી રહ્યા છે, તેનાથી ખબર પડે છે કે, એક એક કરીને દરેક સેક્ટર સંકટનો સામનો કરી રહ્યા છે. ભારતીય ખાનગી કંપનીના ઉપભોગમાં ઘટાડો થયો છે. અને તે પાછલા 18 મહિનાના નીચલા સ્તર 3.1 ટકા પર પહોંચી ગયું છે.

નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં GDP ગ્રોથ 6 વર્ષના નીચલા સ્તર 5 ટકાએ પહોંચી ગયો છે. બેરોજગારીનો દર 45 વર્ષના ઉપરી સત્રે પહોંચી ગયો છે. સરકાર પાસે તેનો સામનો કરવા માટેની કોઈ રણનીતિ પણ નથી. કદાચ પાર્ટીને આ વાતની ખબર તો હતી જ, એટલા માટે લોકસભાની ચૂંટણીમાં પાર્ટીએ તેના આર્થિક પ્રદર્શનની કોઈ વાત કરી નહિ. અને સમજદારીપૂર્વક રાજકીય, રાષ્ટ્રવાદી અને સુરક્ષાનો એજન્ડો રજૂ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp