માસ્કઅપ કુનરીયા: ભુજના નાના એવા ગામને 15 દિવસમાં કોરોનામુક્ત કરવાની નેમ

PC: Khabarchhe.com

ભુજ તાલુકાનું કુનરિયા ગામ દ્વારા માત્ર 15 દિવસમાં સમગ્ર ગામને કોરોનામુક્ત કરવાની નેમ સાથે જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરાયા છે. ગ્રામજનોમાં કોરોના અંગે જાગૃતિ માટે ત્રણ-ત્રણ સ્વયંસેવકોની ટીમ બનાવવામાં આવી છે. જેઓ શેરીઓમાં સાદ પાડીને ગ્રામજનોને જાગૃત કરે છે. તો બીજી તરફ, યુવાનોને રસીકરણ નોંધણી માટે સોશિયલ મીડિયા પરની જાણકારી આપવા માટે ટ્યુટોરિયલ વિડિયો પણ બનાવવામાં આવ્યા છે. આ સિવાય 60 વર્ષથી ઉપરના સિનિયર સિટિઝન્સને મોબિલાઇઝ કરવા કરવા માટે દાતાઓના સહયોગથી વાહનવ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ અંગે ગામના સરપંચર સુરેશભાઈ છાંગાએ જણાવ્યું હતું કે આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટની ઉત્તમ સુવિધા ઊભી કરી ગામને કોરોનામુક્ત બનાવીશું. આ માટે કુનરીયા જૂથ ગ્રામપંચાયત દ્રારા કોવિડ રિસ્પોન્સ ટીમની મિટિંગમાં 15 દિવસમાં સમગ્ર ગામને કોરોનામુક્ત બનાવવાની વ્યૂહરચના કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ ઘરનો સરવે કરવામાં આવશે અને કોવિડ સંબંધિત લક્ષણો ધરાવતા નાગરિકોને કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવશે.

ગામ લોકોને જનજાગૃતિ માટે મોટા બેનરો લગાવાયાં છે તેમજ મંદિર મસ્જિદ લાઉડ સ્પીકરમાં જાહેરાત કરવામાં આવે છે. ગામમાં આંશિક લોકડાઉન કરાયું છે. સવારે 8થી 10 અને સાંજે 5થી 8 દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુ સિવાય લોકોને બિનજરૂરી બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય પણ, ખૂબ જ અગત્યના કામસર અનાજકરિયાણું, શાકભાજી, દૂધ અથવા દવા લેવા જવાનું થાય, તોપણ ઓછામાં ઓછું 2 મીટરનું અંતર રાખવાની આદત કેળવવા સતત સૂચના અપાય છે.

ગામમાંથી બહાર જનાર અને બહારગામથી આવનારા તમામનું બોડી ટેમ્પરેચર માપવામાં આવે છે અને તેની નોંધ પણ રાખવામાં આવે છે. લોક સહકાર અને તમામ લોકોના સામૂહિક પ્રયત્નોથી આગામી 15 દિવસમાં કુનરીયા ગામ કોરોનામુક્ત થવાનો વિશ્વાસ સરપંચ દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp