8 પોલીસકર્મી શહીદ થતા વિકાસ દુબેની માએ કહ્યું, પોલીસ પકડી લે તો મારી નાંખજો એને

PC: intoday.in

ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી ફરી એકવખત ગુંડારાજ સામે આવ્યું છે. ગુનેગાર વિકાસ દુબેને પકડવા માટે ગયેલી પોલીસ પર ફાયરિંગ કરીને 8 પોલીસકર્મીઓના ઢીમ ઢાળી દેવામાં આવ્યા હતા. આ ઘર્ષણના બીજા દિવસે વિકાસ દુબેની જાણકારી આપવા પર પોલીસે રૂ.50 હજારનું ઈનામ જાહેર કર્યું છે. હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની મા સરલાદેવીએ પોતાના દીકરાને સલાહ આપી છે કે, તે સરેન્ડર કરી દે. અન્યથા પોલીસ મારી નાંખશે.

સરલાદેવીએ કહ્યું કે, પોલીસ એને પકડે એ પહેલા સરેન્ડર કરી દેવું જોઈએ. જો તે સામે ન આવે તો પોલીસ એને એન્કાઉન્ટરમાં ઠાર મારશે. જો પોલીસ એને પકડી લે તો એને મારી નાંખજો. કારણ કે એણે ઘણા ખોટા કામ કર્યા છે. ઉત્તર પ્રદેશના બિકરૂ ગામે થયેલા ઘર્ષણમાં પોલીસના 8 કર્મીઓએ જીવ ગુમાવ્યા હતા. કાનપુરમાં અંડરવર્લ્ડ ડોન તરીકે નામચીન વિકાસ દુબે પર જુદા જુદા 60 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. જેમાં હત્યા અને હત્યાના પ્રયાસ જેવા કેસનો પણ સમાવેશ થાય છે. કાનપુરના વિકુર ગામે થયેલા ઘર્ષણમાં 8 પોલીસકર્મીએ જીવ ગુમાવ્યા છે. જ્યારે કેટલાક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે.

પોલીસ હજુ પણ એમની શોધખોળ કરી રહી છે. પણ હજું સુધી વિકાસ પોલીસના રડારમાં આવ્યો નથી. આ માહોલ વચ્ચે કાનપુર IG મોહિત અગ્રવાલે એલાન કર્યું હતું કે, વિકાસ દુબે અંગે જાણકારી આપનારને રૂ.50 હજારનું ઈનામ આપવામાં આવશે. શુક્રવારે વિકાસના માણસોએ પોલીસ પર ફાયરિંગ કર્યું એમાં 8 પોલીસકર્મીઓના મૃત્યું નીપજ્યા છે. જ્યારે 7 પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે શહીદોના પરિજનોને રૂ.1 કરોડની આર્થિક મદદ કરવાનું એલાન કર્યું છે. વિકાસને પકડવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પહેલા પોલીસે એમના સ્વજનોના ઘરે પણ દરોડા પાડ્યા હતા અને તપાસ કરી હતી.

લખનઉમાં કૃષ્ણનગર વિસ્તારમાં પણ વિકાસના મકાનની તપાસ કરવામાં આવી હતી. DGP હિતેશચંદ્ર અવસ્થીએ કહ્યું હતું કે, બોર્ડર સીલ છે અને ટીમ પોતાનું કામ કરી રહી છે. સતત સર્ચ ઑપરેશન કરવામાં આવી રહ્યું છે. બિકરૂ ગામ ચૌબેપુર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. પોલીસને આવતા રોકવા માટે તેણે રસ્તામાં JCB મૂકી દીધું હતું અને એના માણસોએ છુપાઈને ફાયરિંગ શરૂ કર્યું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp