મમ્મી મને હજારો વડીલોના આશીર્વાદ મળ્યા છે મને કશું થવાનું નથીઃ નેહા નાયકા

PC: khabarchhe.com

કોરોનાના વધતા જતા કહેર વચ્ચે દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે તેવા કપરા સમયે ડૉક્ટરી સ્ટાફ અને નર્સીંગ સ્ટાફની અછત વર્તાય રહી છે તેવા સમયે રાજય સરકારે નર્સીંગ કોલેજના થર્ડ યરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સેવા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.

વિગતો આપતા નર્સીંગના સુપ્રિન્ટેન્ડન્ટ સુરેન્દ્ર ત્રિવેદી કહે છે કે, કોરોના કપરા સમયે મર્યાદિત માનવબળ વચ્ચે સુરત શહેરની વનિતા વિશ્રામ નર્સિંગ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 27 જેટલા વિદ્યાર્થીઓ સ્મિમેર હોસ્પિટલમાં તા.6ઠ્ઠી એપ્રિલે સહાયક સ્ટાફ તરીકે સેવામાં જોડાયા છે. તેઓને ટ્રેનિંગ આપીને કોવિડની ફરજ સોપવામાં આવી છે. તેઓ ઉત્સાહ અને ઉમગથી કાર્ય કરી રહ્યા હોવાનું ત્રિવેદી જણાવે છે.

સ્મીમેરના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતી 21 વર્ષની યુવતિ નેહા નાયકાએ જણાવ્યું કે, શરૂઆતમાં જ્યારે કોવિડ વોર્ડમાં ફરજ બજાવવાની વાત પરિવારજનોને કરી ત્યારે આપ્તજનોએ કહ્યું કે, અમારે તને મોતમાં મુખમાં નથી જવા દેવી. ત્યારે મે મમ્મી-પપ્પાને કહ્યું કે, સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે જજુમી રહ્યો છે ત્યારે મારા દેશના લોકોના દુખ દુર કરવા માટે હું પાછીપાની નહી કરું.

નેહાબેન કહે છે કે, શરૂઆતમાં કોરોનાનો ડર લાગતો હતો. પરંતુ ધીમે ધીમે હવે ડર લાગતો નથી. કોલેજમાં અમારા પ્રોફેસરોએ અમને માનસિક રીતે તૈયાર કરીને પ્રોત્સાહન પુરૂ પાડયું છે. દર્દી દાખલ થાય છે ત્યારે ખુબ ગભરાયેલા હોય છે. જેથી અમે તેને પરિવારજનોની હુંફ આપીને માનસિક સથીયારો આપીએ છીએ. તમને કશું થવાનું નથી. તમે જલ્દી સ્વસ્થ થઈ જશો. દર્દીઓને ખાવાનું ખવડાવવાથી લઈને વેન્ટીલેટર, બાયપેપ મુકવું, દર્દીનું ઓકિસજન લેવલ ચેક કરતા રહેવુ, ડૉક્ટરની સલાહ મુજબ દવા આપવી જેવા બધાજ કામનો ટુંકા સમયગાળામાં બહોળો અનુભવ થઈ ચૂકયો છે. જ્યારે મોટીવયના વડીલો દર્દીઓ આવે છે અમોને માથા પર હાથ મુકીને આશીર્વાદ આપે છે ત્યારે અંદરથી નવા જોમ અને જુસ્સાનું સર્જન થાય છે.

જ્યારે ઘરેની નેહા હોસ્પિટલે આવવા નીકળે છે ત્યારે તેમની મમ્મી શીલાબેન કહે છે કે, દીકરા તારૂ ધ્યાન રાખજે. ત્યારે મમ્મીને કહું છું કે, તારી દીકરી પર હજારો વડીલોના આશીર્વાદ મળ્યા છે જેથી મને કશુ થવાનું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp