ફોર્ચ્યુનની બિઝનેસ પર્સન ઓફ ઘ યરની યાદીમાં આ ત્રણ ભારતીયોને મળ્યું સ્થાન

PC: youtube.com

માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નાડેલાએ ફોર્ચ્યુનના બિઝનેસ પર્સન ઓફ ધ યર 2019 ની યાદીમાં ટોચનું સ્થાન મેળવવામાં સફળતા મેળવી છે. આ યાદીમાં વિશ્વના 20 સીઇઓની પસંદગી કરવામાં આવી છે કે જેઓ મુશ્કેલ લક્ષ્યો હાંસલ કરી શક્યા છે, અશક્ય તકોને પાર કર્યા છે અને સર્જનાત્મક ઉકેલો શોધવામાં સફળ થયાં છે. નાડેલા ઉપરાંત ભારતીય મૂળના અજય બંગા અને જયશ્રી ઉલાલે પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. માસ્ટરકાર્ડના CEO બંગા 8માં સ્થાને છે અને અરિસ્તાના વડા ઉલાલ 18 મા સ્થાને છે. ફોર્ચ્યુને મંગળવારે આ યાદી જાહેર કરી હતી.

સત્ય નાડેલા 2014 માં માઇક્રોસોફ્ટના CEO બન્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ, કંપનીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. માઇક્રોસોફ્ટની નાણાકીય વર્ષ 2018-19માં 39 અબજ ડોલરનો નફો અને 126 અબજ ડોલરની આવક થઇ હતી. કંપનીનો ત્રણ વર્ષનો કમ્પાઉન્ડ વાર્ષિક આવક વૃદ્ધિ દર 11% અને નફામાં 24% નો વધારો થયો છે. એપ્રિલમાં, માઇક્રોસોફ્ટ પ્રથમ વખત 1 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ પર પહોંચ્યું હતું. એપલ સહિત વિશ્વની ફક્ત 4 કંપનીઓ અહીં પહોંચવામાં સફળ થઇ છે.

અજય બંગા 2010 થી માસ્ટરકાર્ડના CEO બન્યા હતા. ફોર્બ્સ મુજબ તેમની દ્રષ્ટિએ માસ્ટરકાર્ડને નવી ઓળખ આપી છે. આ વર્ષે કંપનીનો શેર 40% વધ્યો છે. જયશ્રી ઉલાલ 2008 માં સિસ્કો છોડીને અરિસ્તાના CEO બન્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ અરિસ્તા ઓપન સોર્સ ક્લાઉડ સોફ્ટવેરમાં વિશિષ્ટ માર્કેટ લીડર બન્યું છે. ગયા વર્ષે કંપનીનું ઓપરેટિંગ માર્જિન 31.5% પર પહોંચ્યું હતું, જ્યારે સિસ્કોમાં 28% હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp