ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું- ભારત ઈચ્છે તો અમેરિકાને...

PC: demotix.com

ઈરાનના વિદેશ મંત્રી જવાદ ઝરીફે કહ્યું છે કે, જો ભારત ઈચ્છે તો અમેરિકાને અમારી સાથે 2015ના પરમાણુ કરારમાં પાછું લાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે. ત્રણ દિવસના પ્રવાસમાં ભારત આવેલા ઈરાની વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, અમેરિકા એપ્રિલ 2018માં અમારી સાથે કરવામાં આવેલી પરમાણુ સમજૂતીમાંથી બહાર નીકળી ગયું. અમે આ પહેલા સુધી સાથે કામ કરી રહ્યા હતા. પરંતુ, પછી અમેરિકાએ સમજૂતી છોડવાનો નિર્ણય કરી લીધો. ભારતના અમારી અને અમેરિકા અમે બંનેની સાથે સારા સંબંધો છે. એવામાં તેઓ ઈચ્છે તો અમરિકાના અમારી સમજૂતીમાં પાછા લાવવામાં મદદ કરી શકે છે. અમે આ સંભાવનાથી ઈનકાર નથી કરતા.

જણાવી દઈએ કે, ઓબામાએ 2015માં રાષ્ટ્રપતિ હતા તે સમયે અમેરિકા-ઈરાનની સાથે સંબંધ સુધારવા માટે પરમાણુ સમજૂતિની રજૂઆત કરી હતી. જેમાં ઈરાને પરમાણુ કાર્યક્રમને સીમિત કરવાની વાત કહી હતી. ઈરાને અમેરિકા, ચીન, રશિયા, જર્મની, ફ્રાન્સ અને બ્રિટેનની સાથે જેસીઓપીએ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. તેના બદલામાં અમેરિકા તરફથી તેના પર લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોમાં થોડી ઢીલ આપવામાં આવી હતી. પરંતુ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ આ સમજૂતી રદ્દ કરી દેવામાં આવી અને બંને દેશો વચ્ચે ફરી દુશ્મી શરૂ થઈ ગઈ.

ચાબહાર બંદરગાહના નિર્માણ અંગે ઝરીફે કહ્યું કે, ભારત અને ઈરાને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે સાથે કામ કરવું પડશે. તેમણે કહ્યું કે, ચાબહારના નિર્માણ માટે વહેલીતકે ઉપકરણો ભેગા કરવા પડશે. સાથે જ ઈરાનની પોર્ટ સિટી જાહેદનને રેલ નેટવર્કથી જોડવા માટે કામ ઝડપી બનાવવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp