રાજકોટ જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજમાં સોલાર પેનલ માટે સહાય ચૂકવાઇ

PC: facebook.com/pg/jaydrathsinhji.parmar

કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજમાં સોલર પેનલ સ્થાપવા માટે કુલ 13 અરજીઓ કૃષિ વિભાગને મળી છે અને તેમાંથી 11 અરજીઓ મંજુર કરી રૂ.1,01,59,400ની સહાય ચુકવવામાં આવી છે. કોલ્ડ સ્ટોરેજમાં સોલાર પેનલ સ્થાપવા અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે, સોલાર પેનલ અંતર્ગત ચૂકવાતી સહાય સમયસર ચૂકવાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, 13 પૈકી બે અરજદારોને વર્ષ 2019-20માં તારીખ 20મી ફેબ્રુઆરી-2020ના રોજ રૂ.21.45 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે અને સહાયની ચુકવણીનું કાર્ય પ્રગતિમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp